ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 ઓગસ્ટ, 2021
મંગળવાર
બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકારને મોટો ઝટકો આપ્યો છે. સુનાવણી દરમિયાન બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશને રદ કર્યો છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર સરકારે આદેશ જાહેર કરીને અગિયારમા ધોરણમાં પ્રવેશ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ની જાહેરાત કરી હતી. સરકારની આ જાહેરાત ને બોમ્બે હાઈકોર્ટમાં ચેલેન્જ કરવામાં આવી હતી.
બોમ્બે હાઈ કોર્ટના ધ્યાનમાં આવ્યું છે કે હવે પરિસ્થિતિ વિપરીત બની છે. મહારાષ્ટ્રના 11 જિલ્લાઓમાં અત્યારે કોરોના બેકાબૂ છે. તેમજ સમય બહુ ઝડપથી પસાર થઈ રહ્યો છે.
આ પરિસ્થિતિમાં રાજ્ય સરકારે નિર્ણય લીધો છે કે મહારાષ્ટ્રમાં વિદ્યાર્થીઓને દસમા ધોરણના રીઝલ્ટ ના અનુસાર અગિયારમાં ધોરણમાં પ્રવેશ આપવામાં આવશે. તેમજ રાજ્ય સરકારે છ અઠવાડિયાની અંદર આ પ્રક્રિયા પૂરી કરવાની રહેશે.