દેશમાં કોરોનાના દૈનિક કેસોની ગતિ ધીમી પડી છે, પરંતુ કોરોનાની બીજી લહેરએ હજી પણ કેટલાક રાજ્યોમાં કહેર મચાવ્યો છે.
છેલ્લા એક સપ્તાહમાં ભારતમાં કોરોનાના જેટલા કેસ નોંધાયા હતા, તેના 53 ટકા માત્ર મહારાષ્ટ્ર અને કેરળમાં નોંધાયા હતા.
કેરળમાં સૌથી વધુ 32 ટકા અને મહારાષ્ટ્રમાં 21 ટકા કેસો નોંધાયા હતા તેમ જણાવતાં અગ્રવાલે ઉમેર્યું હતું કે અમે કોરોનાના ચેપને અંકુશમાં મુકવા માટે રાજ્યો સાથે સંકલન કરી રહ્યા છે.
હિલ સ્ટેશન અને પર્યટન સ્થળોએ લોકોના ટોળા દેખાતા સરકારે પણ ચેતવણી આપી છે. કેન્દ્રએ કહ્યું હતું કે કોઇ પણ પ્રકારની બેદરકારી દાખવવામાં આવી તો કોરોનાના કેસોમાં ફરી વધારો થઇ શકે છે.
વરસાદ શરૂ થયો અને મુંબઈવાસીઓ ઘેલા થયા; ભૂસી ડૅમ પાસે ભયંકર ભીડ, જુઓ વીડિયો