Site icon

વાપી શામળાજી નેશનલ હાઇવે તૂટીને બે ભાગમાં થયો, વાહનવ્યવહાર ઠપ્પ

નવસારી જિલ્લામાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા તેમજ રસ્તાઓ પર ભારે નુકશાન થયું છે ત્યારે આજે માહિતી મળતા વધુ એક નેશનલ હાઇવે તૂટી ગયો હતો અને તેનાથી મોટો ટ્રાફિક જામની સ્થિતિ સર્જાણી હતી. આજે વાપી શામળાજી હાઇવે નેશનલ હાઇવે તૂટીને બે ભાગ પડી ગયા હતા. આ રસ્તો તૂટી જવાને કારણે નેશનલ હાઇવે પર વાહન વ્યવહાર ઠપ્પ થયો હતો.આ સમાચારની મળતી માહિતી મુજબ નવસારીના વાંસદા તાલુકામાંથી પસાર થતો વાપી શામળાજી નેશનલ હાઇવે ભારે વરસાદને કારણે ધોવાઈ ગયો હતો અને મોટું ગાબડું પડી ગયું હતું જેને લીધે રસ્તો બે ભાગમાં તૂટી ગયો હતી. આ રસ્તા પરથી વાહન વ્યવહાર પસાર થઇ રહ્યા હતા તે દરમિયાન જ અચાનક જ રોડ તૂટી જતા બે બાઈક સવાર નીચે પટકાયા હતા જેને લીધે તેમને ઈજાઓ પહોંચી હતા તેઓને વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.આ નેશનલ હાઇવે નંબર 56માં વાહનવ્યહાર ખોરવાઈ ગયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ નવસારી જિલ્લામાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા હતા. દર વર્ષે નેશનલ હાઇવે પર વરસાદ ના કારણે મસમોટા ખાડાઓ પડી જાય છે ત્યારે આજે વધુ એક વખત રસ્તો તૂટી જતા તંત્ર સામે પણ સવાલો ઉભા થઇ રહ્યા છે. નેશનલ હાઇવે ઓથોરોટી દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી શરુ કરવામાં આવી નથી. આ અગાઉ પણ ઘણા રોડ રસ્તાઓને નુકશાન થયું છે તેમ છતાં પણ સરકારના પેટનું પાણી પણ હલતું નથી.
 

Exit mobile version