ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 ફેબ્રુઆરી 2022
શુક્રવાર.
સુપ્રીમ કોર્ટે કર્ણાટકની શાળા-કોલેજોમાં હિજાબ પહેરવા પરના પ્રતિબંધ વિરુદ્ધ દાખલ અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે.
ચીફ જસ્ટિસ NV રમન્નાની બેન્ચે કહ્યું કે અમે આ અરજી પર યોગ્ય સમયે સુનાવણી કરીશું.
આ સાથે કોર્ટે અરજી દાખલ કરનારાઓને આ મામલાને મોટા સ્તરે ન ફેલાવવાની સલાહ આપી છે.
કોર્ટે સ્પષ્ટ કહ્યું કે અરજદારોએ આ મુદ્દે હાઈકોર્ટના નિર્ણયની રાહ જોવી જોઈએ, જ્યાં સોમવારે ફરી એકવાર સુનાવણી થવાની છે.
ઉલ્લેખનીય છે કે અરજદારોએ કર્ણાટક હાઈકોર્ટના વચગાળાના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
દુનિયામાં સૌથી વધુ ટ્રાફિક ભારતનાં આ શહેરમાં, હંમેશા રસ્તા રહે છે જામ; જાણો વિગતે
