ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 ઑગસ્ટ, 2021
ગુરુવાર
હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં થયેલા ભૂસ્ખલનમાં અત્યાર સુધી 13 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે.
આ ઉપરાંત 13 લોકોને બચાવી લેવાયા છે અને તેમને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા છે.
જોકે હજુ પણ બચાવ રાહત કાર્ય ચાલી રહ્યું છે અને લોકોને બહાર કાઢવાની કવાયત કરવામાં આવી રહી છે.
દૂર્ઘટનાને કારણે અત્યારે નેશનલ હાઈ-વે પાંચ ઉપર વાહનોની અવર-જવર અટકાવી દેવાઈ છે.
દરમિયાન અધિકારીઓ મૃત્યુઆંક વધવાની આશંકા પણ વ્યક્ત કરી રહ્યા છે.
મહારાષ્ટ્રના આઠમું પાસ મિકેનિકે બનાવ્યું હેલિકૉપ્ટર, પરંતુ ટેસ્ટિંગમાં જ પંખો તૂટતાં મોત; જુઓ વીડિયો
