ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 ફેબ્રુઆરી 2022
ગુરુવાર.
આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે એક વાર ફરી હિન્દુત્વને લઈને મોટું નિવેદન આપ્યું છે.
મોહન ભાગવતે કહ્યું કે હિન્દુ હિત એટલે રાષ્ટ્ર હિત જે આપણી પહેલી પ્રાથમિકતા હોવી જોઈએ.
હૈદરાબાદના એક કાર્યક્રમમાં સંબોધન આપતી વખતે મોહન ભાગવતે કહ્યું કે બીજા નંબરે આપણી ભાષા જાતિ અને પરિવારનું હિત હોવું જોઈએ.
ઉલ્લેખનીય છે કે આરએસએસ પ્રમુખ મોહન ભાગવત રામાનુજાચાર્ય સહસ્ત્રાબ્દી સમારોહમાં શામેલ થવા હૈદરાબાદ ગયા હતા.
કર્ણાટકમાં હિજાબ વિવાદ વધુ વકરતા આ શહેરમાં બે સપ્તાહ માટે 144 લાગુ… જાણો વિગતે
