News Continuous Bureau | Mumbai
Raghuji Bhosale Sword: નાગપુરના ભોસલે પરિવારના સંસ્થાપક રાજા રઘુજી ભોસલેની ઐતિહાસિક તલવાર લંડનથી રાજ્ય સરકારને સોંપવામાં આવી છે. આ તલવાર રાજ્યના સાંસ્કૃતિક મંત્રી આશિષ શેલારને લંડનમાં સુપરત કરવામાં આવી હતી. રાજ્ય સરકારે આ તલવાર એક મધ્યસ્થી મારફત લગભગ 47.15 લાખમાં ખરીદી હતી. 16 ઓગસ્ટ સુધીમાં રાજા રઘુજી ભોસલેની આ તલવાર મુંબઈ પહોંચશે. છત્રપતિ શિવાજી મહારાજના ઐતિહાસિક વાઘનખ પછી હવે મરાઠા સામ્રાજ્યનો વધુ એક મૂલ્યવાન અને ઐતિહાસિક ખજાનો મહારાષ્ટ્રમાં પરત ફરી રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Uddhav Thackeray: ઉદ્ધવ ઠાકરે દિલ્હીમાં પગ મૂકે તે પહેલા જ શિવસેનામાં ખળભળાટ, આ મહિલા સાંસદે PM મોદી સાથે કરી મુલાકાત
આ તલવારનું શું છે મહત્ત્વ?
રઘુજી ભોસલે છત્રપતિ શાહુ મહારાજના સમયમાં મરાઠા સેનાના એક મહત્વના સરદાર હતા. તેમની યુદ્ધનીતિ અને શૌર્યથી પ્રસન્ન થઈને છત્રપતિ શાહુ મહારાજે તેમને ‘સેનાસાહિબસૂબા’નો ખિતાબ આપ્યો હતો. રઘુજી ભોસલેએ 1745ના દાયકામાં બંગાળના નવાબો સામેના યુદ્ધ અભિયાનોનું નેતૃત્વ કરીને મરાઠા સામ્રાજ્યનો બંગાળ અને ઓડિશા સુધી વિસ્તાર કર્યો હતો. દક્ષિણ ભારતમાં પણ તેમણે પોતાનો લશ્કરી અને રાજકીય પ્રભાવ ઊભો કર્યો હતો.
प्रत्येक मराठी मनासाठी अभिमानाचा क्षण!
मराठ्यांच्या शौर्याची आणि सरदार रघुजी राजे भोसले यांच्या देदीप्यमान पराक्रमाची साक्ष असलेली तलवार आता आपल्या ताब्यात आली आहे.@narendramodi @AmitShah @Dev_Fadnavis @mieknathshinde @AjitPawarSpeaks @CMOMaharashtra #ashishshelar pic.twitter.com/J0OSnAx05N
— Adv. Ashish Shelar – ॲड. आशिष शेलार (@ShelarAshish) August 11, 2025
તલવારની વિશેષતા અને ઇતિહાસ
આ તલવાર મરાઠા શૈલીની ‘ફિરંગ’ પદ્ધતિની તલવારનો એક ઉત્કૃષ્ટ નમૂનો છે. એકધારી ધાર અને સોનાની કોતરણી આ તલવારની વિશેષતા છે. યુરોપિયન બનાવટની આ તલવાર 1700-1800 ના દાયકામાં ખૂબ પ્રખ્યાત હતી. આ તલવારના પાછળના ભાગમાં નીચેના ભાગમાં ‘શ્રીમંત રઘોજી ભોસલે સેનાસાહિબસૂબા’ એવું સોનાના પાણીથી લખેલું છે. જાણકારોનું માનવું છે કે 1718માં નાગપુરમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભોસલેના ખજાનાની લૂંટ કરી ત્યારે આ તલવાર લંડન લઈ જવામાં આવી હશે.