Site icon News Continuous Bureau | Mumbai

Amit Shah Naxals: ગૃહ મંત્રી અમિત શાહે પોતાના નિવાસસ્થાને છત્તીસગઢમાં નક્સલવાદી હિંસાનો ભોગ બનેલા લોકો સાથે કરી વાતચીત, ઉગ્રવાદીઓને કરી આ અપીલ.

Amit Shah Naxals: કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે નવી દિલ્હી સ્થિત પોતાના નિવાસસ્થાને છત્તીસગઢમાં નક્સલવાદી હિંસાનો ભોગ બનેલા લોકો સાથે વાતચીત કરી. નકસલવાદ માનવતા અને દેશની આંતરિક સુરક્ષા બંને માટે ખતરો છે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર માર્ચ, 2026 સુધીમાં નક્સલવાદને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે પ્રતિબદ્ધ છે. નક્સલવાદીઓના માનવાધિકારોની હિમાયત કરનારાઓએ નક્સલવાદના કારણે પીડાતા લોકોના માનવાધિકારો પર પણ વિચાર કરવો જોઈએ. મોદી સરકાર અને છત્તીસગઢ સરકાર ત્રણ મહિનાની અંદર વામપંથી આતંકવાદથી પ્રભાવિત લોકોના સર્વાંગી વિકાસ માટે એક વ્યાપક યોજના લાવશે . કેન્દ્રીય ગૃહ મંત્રીએ વામપંથી ઉગ્રવાદીઓને હિંસાનો ત્યાગ કરવા અને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાવા અપીલ કરી છે

Home Minister Amit Shah interacted with the victims of Naxalite violence in Chhattisgarh at his residence.

Home Minister Amit Shah interacted with the victims of Naxalite violence in Chhattisgarh at his residence.

 News Continuous Bureau | Mumbai

Amit Shah Naxals:  કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને છત્તીસગઢમાં નક્સલવાદી હિંસાનો ભોગ બનેલા લોકો સાથે વાતચીત કરી હતી. તેમાં બસ્તર શાંતિ સમિતિના નેજા હેઠળ છત્તીસગઢના વામપંથી ઉગ્રવાદથી પ્રભાવિત વિસ્તારોના નક્સલવાદી હિંસાથી પ્રભાવિત 55 લોકો સામેલ હતા. 

Join Our WhatsApp Channel

બસ્તર શાંતિ સમિતિએ છત્તીસગઢમાં ( Chhattisgarh Naxal Violence ) નક્સલવાદથી પ્રભાવિત લોકોની દુર્દશાને ઉજાગર કરતી એક ડોક્યુમેન્ટરી પણ રજૂ કરી હતી. કેટલાક પીડિતોએ તેમની દુર્દશા ગૃહ મંત્રી સાથે શેર કરી હતી.

નક્સલવાદી હિંસાથી પીડિત લોકો સાથે વાતચીત કરતા કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે (  Amit Shah ) કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર માર્ચ, 2026 સુધી નક્સલવાદને સંપૂર્ણપણે ખતમ કરવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે મોદી સરકારની નીતિઓને કારણે વામપંથી ઉગ્રવાદ હવે છત્તીસગઢના કેટલાક જિલ્લાઓ સુધી મર્યાદિત થઈ ગયો છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, નકસલવાદ માનવતા અને દેશની આંતરિક સુરક્ષા એમ બંને માટે જોખમરૂપ છે.

શ્રી અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં ભારત સરકાર ( Central Government ) અને છત્તીસગઢ સરકાર આગામી ત્રણ મહિનામાં વામપંથી ઉગ્રવાદથી ( Naxalism ) અસરગ્રસ્ત લોકોનાં સંપૂર્ણ વિકાસ માટે વિસ્તૃત યોજના લાવશે. તેમણે કહ્યું હતું કે, આ યોજના મારફતે છત્તીસગઢ સહિત સમગ્ર દેશમાં વામપંથી ઉગ્રવાદથી અસરગ્રસ્ત લોકોને સ્વાસ્થ્ય સુવિધાઓ, રોજગારીની તકો અને અન્ય કલ્યાણકારી યોજનાઓનો લાભ મળશે.

આ સમાચાર પણ વાંચો : Express Train : રેલયાત્રી માટે કામના સમાચાર, ગાંધીધામ-ઈન્દોર એક્સપ્રેસ અને ગાંધીધામ-ભાગલપુર સ્પેશિયલ આંશિક રીતે આ રૂટ પર દોડશે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, વામંપથી ઉગ્રવાદ પ્રભાવિત વિસ્તારોમાં વિકાસલક્ષી યોજનાઓ દ્વારા મોદી સરકારે નક્સલીઓને ( Naxalites ) સંદેશ આપ્યો છે કે મારનારથી બચાવનારો મોટો હોય છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું હતું કે, નક્સલવાદીઓના માનવાધિકારોની હિમાયત કરનારાઓએ પણ નક્સલવાદના કારણે જે લોકોને નુકસાન થાય છે તેમના માનવાધિકારો પર વિચાર કરવો જોઈએ.

 

ગૃહમંત્રીએ વામપંથી ઉગ્રવાદીઓને હિંસાનો માર્ગ છોડીને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાવા અપીલ કરી હતી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, માર્ચ, 2026 સુધીમાં વામપંથી ઉગ્રવાદને સંપૂર્ણપણે નાબૂદ કરવાની સાથે બસ્તર ફરી એકવાર સુંદર, શાંતિપૂર્ણ અને વિકસિત થઈ જશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Monsoon 2026 મહારાષ્ટ્રમાં સત્તાવાર ચોમાસાની એન્ટ્રીની તારીખ જાહેર, મુંબઈ અને પુણેમાં ક્યારે શરૂ થશે ઝરમર વરસાદ? IMDએ આપ્યો અંદાજ
Vikram Kakade Net Worth। પવાર પરિવારના નજીકના વિક્રમ કાકડેની લક્ઝરી લાઈફસ્ટાઈલ! કરોડોની બોટ, મોંઘી કાર અને જય પવાર સાથે કરોડોની ડીલ
Maratha Reservation। મરાઠા અનામત પર શિંદે સરકાર એક્શન મોડમાં! મનોજ જરાંગેના આંદોલન બાદ લીધો મોટો નિર્ણય; વહીવટી તંત્ર એલર્ટ ર
Maharashtra MLC Elections। વિધાન પરિષદની ચૂંટણી પહેલા મહાયુતિમાં ભંગાણના એંધાણ? ત્રણેય પક્ષોની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ પર સૌની નજર
Exit mobile version