ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૪ જુલાઈ, ૨૦૨૧
શનિવાર
મહારાષ્ટ્ર અને ગોવા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદમાં જનજીવનને અસ્તવ્યસ્ત કરી દીધું છે અને ગોવામાં છેલ્લાં 40 વર્ષમાં પ્રથમ વખત પ્રલયકારી પૂરની સ્થિતિ બની છે. દરમિયાન ઉત્તર ગોવાના સતારી, બિચોલિમ તહસિલ તથા દક્ષિણમાં ધારબંધોરા સહિત ઘણા ભાગોમાં પાણી ભરાઈ ગયું છે. ગોવામાં ભારે વરસાદને કારણે નદીઓમાં પણ પાણી વધી રહ્યું છે અને 1,000 જેટલાં મકાનો પાણીમાં ડૂબી ગયાં હોવાના અહેવાલ છે.
શૉકિંગ! ભારે વરસાદથી આ રાજ્યમાં ભેખડ ધસી પડતાં ટ્રેન દબાઈ માટીના ઢગલામાં; જાણો વિગત
છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે ગોવાના પાઇકુલ – સત્તરી ગામમાં પોર્ટુગીઝોએ બનાવેલો એક પુલ તૂટી પડ્યો હતો. જોકે સદનસીબે હજી સુધી કોઈ જાનહાનિ નોંધાઈ નથી. આ વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ભારે વરસાદને કારણે એક પુલ વહેણથી તૂટી પડ્યો છે. આ ઘટનાને પગલે લોકો બેચેન થઈ ગયા છે.