ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
01 ઓગસ્ટ 2020
જુલાઈ માસમાં ધારાવીએ રોગચાળાને નાથવા માટે જે "આક્રમક પગલાં" ભર્યાં તે માટે 'વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને' તેની પ્રશંસા કરી છે. કહ્યું "વિશ્વભરમાં ઘણા ઉદાહરણો છે. જયાં, રોગચાળો ફાટી નીકળવાની ગતિ ખૂબ તીવ્ર હતી પણ તેને નિયંત્રણ કરવામાં ધારાવીએ જે સફળતા મેળવી છે તે બોધપાત્ર છે."
ડબ્લ્યુએચઓનાં ડિરેક્ટર જનરલએ ધારાવીની સફળતાને ટાંકીને એક ન્યૂઝ કોન્ફરન્સમાં કહ્યું હતું કે "ઇટાલી અને દક્ષિણ કોરિયા સહિતના દેશોએ કોરોનાને કાબુમાં લેવા સારા પ્રયત્નો કર્યા છે. કોરોના વાયરસના ચેપમાં ભારત, યુનાઇટેડ સ્ટેટ્સ અને બ્રાઝિલ પછી ત્રીજા ક્રમે હોવાં છતાં, કટોકટી વચ્ચે ધારવીમાં જે કામગીરી કરી છે તેની નોંધ લેવી પડે એમ છે. એક ઝુંપટપટ્ટી વિસ્તાર માટે કસ્ટમાઇઝ્ડ સોલ્યુશન્સ શોધ્યું, તેમાં સ્થાનિક લોકો અને NGO નો સહકાર લઈ કામ થયું. જેને લીધે એક સમયે કોરોના વાયરસ ફેલાવા માટે હોટસ્પોટ ગણાતી ધારાવીની ઝૂંપડપટ્ટીમાં કેસોની સંખ્યા ખૂબ ઘટી ગઈ છે." વધુમાં તેમને કહ્યું કે "પડોશી રાજ્યો, દેશો અને ખાસ કરીને વિકસિત વિશ્વના દેશોએ રોગચાળા સાથે કેમ લડવું જોઈએ એ ધારાવી પાસે શીખવું પડશે."
ઉલ્લેખનીય છે કે જુલાઇના મધ્યમાં, ફક્ત ચાર દિવસમાં વૈશ્વિક સ્તરે 1 મિલિયનથી વધુ કોરોનાના કેસ નોંધાયા હતા. એવાં સમયે એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીમાંની એક ધારાવી સામે પણ અવરોધો ઊભાં થયાં હતા. મુંબઈ દેશના કોરોના વાયરસ કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું હતું. પરંતુ હવે ધારાવીએ રાહતનો શ્વાસ લીધો છે. આમ છતાં ચાલુ ચોમાસાની સીઝન એટલે મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો થયો છે. હવે આંશિક લોકડાઉન ખુલતાજે સ્થળાંતર કરી ગયેલા કામદારો ધારાવી પાછા ફરવાનું શરૂ કરશે. આથી ધારાવીના લોકો તમામ પરિસ્થિતિ ને પહોચી વળવાં અત્યારથી જ પલાનિંગ કરી રહયાં છે. જેથી ફરી વાયરસ ઉથલો ન મારે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com