Site icon

Labour Welfare Initiative: શ્રમિકોના ઉત્કર્ષ માટે ગુજરાત સરકાર લાવી વિવિધ યોજનાઓ; માત્ર 5 રૂપિયામાં મળે છે 5 પૌષ્ટિક ભોજન, સાથે અનેક સુવિધા

ઔદ્યોગિક વિકાસે ગુજરાતને ભારતનું ગ્રોથ એન્જિન બનાવ્યું છે. પણ સવાલ એ થાય કે ગુજરાતના આ ઔદ્યોગિક વિકાસના મૂળ શેમાં રહેલાં છે? આ મૂળમાં છે - ગુજરાત સરકારની શ્રમિક-કલ્યાણની નીતિઓ. ચાલો જાણીએ શ્રમિકોના ઉત્કર્ષ માટેની ગુજરાત સરકારની વિવિધ યોજનાઓથી કેવી રીતે બદલાઈ રહ્યું છે શ્રમિકોનું જીવન ...

how are the lives of the workers changing with the various schemes of the gujarat government for the upliftment of the workers

how are the lives of the workers changing with the various schemes of the gujarat government for the upliftment of the workers

News Continuous Bureau | Mumbai

ગુજરાતની ઓળખનો આધાર છે ગગનચુંબી ઈમારતો અને વિશાળ ધોરીમાર્ગો. આ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણમાં પોતાનો પરસેવો રેડી રહ્યા છે – શ્રમિકો. આ શ્રમિકોને સન્માન આપવા માટે ગુજરાત સરકારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં શ્રેણીબદ્ધ પગલાં લીધા છે. શ્રમિક અન્નપૂર્ણા યોજના અને શેલ્ટર હોમ તેનું ઉદાહરણ છે.

Join Our WhatsApp Community

શ્રમિક અને તેના પરિવારને માત્ર 5 રૂપિયામાં ભોજન પૂરુ પાડે છે

રાજ્યના આ પગલાઓ સરકારની ગરીબો અને વંચિતો પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિક છે. ગુજરાત સરકાર શ્રમિક અન્નપૂર્ણા યોજનામાં શ્રમિક અને તેના પરિવારને માત્ર 5 રૂપિયામાં ભોજન પૂરુ પાડે છે. આ યોજના હેઠળ રાજ્યના 19 જિલ્લામાં 290થી વધુ ભોજન વિતરણ કેન્દ્રો ચાલી રહ્યા છે. જેમાં દૈનિક ધોરણે 32 હજાર લોકોને ભોજન પુરુ પાડવામા આવે છે. આ ઉપરાંત શ્રમિકોના આરોગ્ય માટે મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે.

આ સમાચાર પણ વાંચો  : PM Kisan Yojana: કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન યોજનાની અરજી માટે તા.૦૧ જાન્યુઆરી ૨૦૨૫થી ફાર્મર આઈડી ફરજિયાત

આ રીતે ટોકન ઈસ્યૂ થાય છે

શ્રમિકો આ સુવિધા માટે ઈ-નિર્માણ પોર્ટલ પર નોંધણી કરાવે છે. નોંધણી કરવામાં આવી હોય તેવા શ્રમિકોને આપવામાં આવેલા કાર્ડ પરનો ક્યૂ-આર કોડ સ્કેન કરવાથી ટોકન ઈસ્યૂ થાય છે. આ ટોકનથી તે સ્થળ પર જમી શકે છે અથવા ટિફિન લઈ જઈ શકે છે. કોઈ શ્રમિક ભૂખ્યાં ન રહે તેની પણ કાળજી લેવાય છે. હંગામી ધોરણે ઉભા કરાયેલા રજિસ્ટ્રેશન બુથમાં ન નોંધાયેલા કામદારોની નોંધણી કરી પંદર દિવસ સુધી શ્રમિકને ભોજન પુરુ પાડવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પારદર્શકતા માટે આ સમગ્ર પ્રક્રિયામાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને આ કામગીરીને સીએમ ડેશબોર્ડ સાથે જોડવામાં આવી છે.

સ્થળાંતર કરીને આવેલા શ્રમિકોના બાળકોને મળે છે આ સુવિધા

ગુજરાત સરકાર શ્રમિકોના અન્ન ઉપરાંત આવાસની કાળજી પણ લઈ રહી છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશથી આવેલા શ્રમિકો માટે મોટા શહેરોમાં સુવિધાયુક્ત આશ્રય-સ્થાન બનાવવામાં આવ્યા છે. અહીં શ્રમિકોને ગાદલા, બ્લેન્કેટ ઉપરાંત ગરમ પાણી તેમ જ બાથરુમની સુવિધા પુરી પાડવામાં આવે છે. અહીં શ્રમિક પોતાની રીતે ભોજન પણ બનાવી શકે છે. સ્થળાંતર કરીને આવેલા શ્રમિકોના બાળકોને શિક્ષણની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે. આ આશ્રય સ્થાનોના નિર્માણ સમયે વૃદ્ધો અને દિવ્યાંગજનોની જરૂરિયાતોને પણ ધ્યાનમાં રાખવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો  : Chinese Threads: જુહાપુરામાંથી પ્રતિબંધિત ઘાતક અને જીવણલેણ ચાઇનીઝ દોરીના ૭૪ ટેલર સાથે બે ઇસમો ઝડપાયા
આ પહેલ રાજ્ય સરકારની શ્રમિકો પ્રત્યેની નિસબત દર્શાવે છે. શ્રમિકો રાષ્ટ્ર-નિર્માણમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકાર તેમના કલ્યાણ માટેના પ્રયાસો કરી રહી છે. ભોજન, આશ્રય અને હુંફ જેવા આ નાના પગલાઓથી શ્રમિકોના જીવનમાં મોટું પરિવર્તન આવી રહ્યું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version