News Continuous Bureau | Mumbai
હિંદુત્વના(Hindutva) મુદ્દે એકબીજાની નજીક આવેલા બીજેપી-શિવસેનાની(BJP-Shiv Sena) ગઠબંધનની શરૂઆતથી લઈને અત્યારસુધીના આંકડાઓ પર નજર કરીએ છેલ્લાં 33 વર્ષમાં ભાજપા 42થી 106 સીટો પર આવી ગઈ છે, જ્યારે શિવસેના 73થી ઘટીને 56 સીટ પર આવી ગઈ છે. શિવસેનાના નાક નીચે નીચેથી મહારાષ્ટ્રમાં( Maharashtra) ભાજપે પોતાનું કદ વિસ્તાર્યું અને હવે શિવસેનાના અસ્તિત્વ સામે ભાજપને કારણે જ જોખમમાં આવી ગયું છે.
ભાજપા અને શિવસેના વચ્ચે 33 વર્ષ પહેલાં 1989માં હિન્દુત્વની લહેર વચ્ચે ગઠબંધન થયું હતું. જોકે ભાજપા સાથે શિવસેનાનું જોડાણ 1984માં જ શરૂ થયું હતું. એ સમયે શિવસેનાના મનોહર જોશી(Manohar Joshi) સહિત બે નેતા મુંબઈથી ભાજપના સિમ્બોલ(BJP Symbol) પર લોકસભાની ચૂંટણી(Lok Sabha elections) લડ્યા હતા, પરંતુ હારી ગયા હતા.
શિવસેના-ભાજપા ગઠબંધન પાછળ પ્રમોદ મહાજનનો(Pramod Mahajan) હાથ હતો. એ સમયે તેઓ ભાજપાના મહાસચિવ(BJP general secretary) હતા અને બાળ ઠાકરે(Bal Thackeray) સાથે તેમના ખૂબ સારા સંબંધો હતા. એ સમયે ભાજપા દેશભરમાં પાર્ટીનો વિસ્તાર કરી રહ્યો હતો અને મહારાષ્ટ્રમાં એને પ્રાદેશિક દળની જરૂર હતી. આવી સ્થિતિમાં ભાજપા માટે શિવસેના શ્રેષ્ઠ વિકલ્પ હતો, કારણ કે બંને પક્ષોની વિચારધારા ઘણી સમાન હતી.
આ સમાચાર પણ વાંચો : પોતે બચી શકે છે કે નહીં તે જોવા માટે ઉદ્ધવ ઠાકરે છેલ્લી ઘડી સુધી ઉભા રહ્યા- પરંતુ સુપ્રીમ કોર્ટમાં એવું કંઈક થયું કે 15 મિનિટમાં જ રાજીનામું આપવું પડ્યું- જાણો ઘટનાક્રમ
બાળ ઠાકરેના સમયમાં શિવસેના મહારાષ્ટ્રના રાજકારણમાં(Maharashtra politics) હંમેશાં મોટા ભાઈની ભૂમિકામાં રહી. આ કારણોસર, ગઠબંધન સમયે નક્કી કરવામાં આવ્યું હતું કે ભાજપા લોકસભાની ચૂંટણીમાં વધુ બેઠકો પર લડશે, જ્યારે શિવસેનાને વિધાનસભાની ચૂંટણીમાં(Assembly elections) વધુ બેઠકો મળશે.
1990ની વિધાનસભા ચૂંટણીમાં શિવસેનાએ કુલ 288 બેઠકમાંથી 183 બેઠકો પર ચૂંટણી લડી હતી. જ્યારે ભાજપે 104 બેઠક પર ઉમેદવારો ઊભા રાખ્યા હતા. આ ચૂંટણીમાં શિવસેનાને 52 અને ભાજપને 42 બેઠકો મળી હતી. શિવસેનાના મનોહર જોશી વિપક્ષના નેતા બન્યા.
1995માં ભાજપા-શિવસેના ફરી ચૂંટણી લડ્યા. રામમંદિર આંદોલનને કારણે હિન્દુત્વની લહેર ચરમસીમાએ હતી. ચૂંટણીમાં બંનેને ફાયદો થયો. શિવસેનાએ 73 બેઠક જીતી હતી, જ્યારે ભાજપા 65 બેઠકો જીતવામાં સફળ રહી હતી. બાળ ઠાકરેની ફોર્મ્યુલા મુજબ જે પક્ષની બેઠકો વધુ તેનો મુખ્યમંત્રી. તેના આધારે શિવસેનાના મનોહર જોશીને સીએમની ખુરશી મળી અને ભાજપાના ગોપીનાથ મુંડે(Gopinath Munde) ડેપ્યુટી સીએમ(Deputy CM) બન્યા. જોકે આ ફોર્મ્યુલા પાછળથી બંને પક્ષો વચ્ચેના વિવાદનું મૂળ બની ગયું હતું.
આ સમાચાર પણ વાંચો : શિવસૈનિકો રસ્તા પર નહીં ઉતરતા- ઉદ્ધવ ઠાકરેની કાર્યકર્તાઓને અપીલ
શિવસેના અને ભાજપાએ 1999ની ચૂંટણી પણ સાથે મળીને લડી હતી. એ સમયે પણ શિવસેના મોટી ભૂમિકામાં રહી હતી. શિવસેનાને 69 અને ભાજપાને 56 બેઠક મળી છે. જોકે ગઠબંધન પાસે માત્ર 125 બેઠકો હતી, જે બહુમતીના 145ના આંકડા કરતાં 20 ઓછી હતી.
શિવસેનાને લાગ્યું કે બહુમતી માટે બાકીની બેઠકો જંગ કરવામાં આવશે, પરંતુ ભાજપાએ બહુ રસ દાખવ્યો ન હતો. કહેવાય છે કે એ સમયે ભાજપના ગોપીનાથ મુંડે સીએમ પદની માંગ કરી રહ્યા હતા. ભાજપ-શિવસેના વચ્ચે 23 દિવસ સુધી મંત્રણા ચાલી, પરંતુ કોઈ રસ્તો નીકળ્યો નહીં. અંતે NCP અને કોંગ્રેસે મળીને સરકાર બનાવી.
1999માં સીએમ પદ માટે જંગ જામ્યો હોવા છતાં શિવસેના અને ભાજપાએ 2004માં પણ સાથે મળીને વિધાનસભાની ચૂંટણી લડી હતી. આ ચૂંટણીમાં શિવસેનાને 62 અને ભાજપાને 54 બેઠકો મળી છે. વધુ બેઠકો જીતવાને કારણે ફરી એકવાર શિવસેનાને વિપક્ષના નેતાનું પદ મળ્યું. જોકે જ્યારે 2005માં નારાયણ રાણેએ(Narayan Rane) શિવસેના સામે બળવો કરી એક ડઝન ધારાસભ્યો સાથે કોંગ્રેસમાં ગયા ત્યારે ભાજપાએ શિવસેના તરફથી વિપક્ષના નેતા પદનો દાવો કર્યો હતો, પરંતુ શિવસેનાએ એને ફગાવી દીધો હતો.
2009માં સતત બીજી વખત ભાજપા-શિવસેના ગઠબંધનને વિધાનસભાની ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ ભાજપા પ્રથમ વખત શિવસેનાને પછાડવામાં સફળ રહી હતી. આ સમયગાળા દરમિયાન ભાજપને 46 અને શિવસેનાને 45 બેઠક મળતા ભાજપાને ફાળે વિપક્ષના નેતાનું પદ ગયું હતું.
2014ની લોકસભા ચૂંટણીમાં મોદી લહેરને કારણે ભાજપાનો ઉત્સાહ ચરમસીમાએ હતો. આવી સ્થિતિમાં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપાએ શિવસેના કરતાં વધુ બેઠકોની માંગ કરતા સર્વસંમતિ સધાઈ નહોતી અને 25 વર્ષ જૂનું ગઠબંધન તૂટી ગયું હતું..
ભાજપાને એકલા ચૂંટણી લડીને 122 બેઠક જીતી. જ્યારે શિવસેના તમામ સીટો પર ચૂંટણી લડીને માત્ર 63 સીટ જ જીતી શકી હતી. ભાજપાના નેતા દેવેન્દ્ર ફડણવીસ(Devendra Fadnavis) મુખ્યમંત્રી (CM) બન્યા હતા. જોકે થોડા દિવસો વિપક્ષમાં બેઠા પછી શિવસેના સરકારમાં સામેલ થઈ અને 12 મંત્રીપદ મેળવ્યાં. બસ, અહીંથી શિવસેના મોટા ભાઈમાંથી નાના ભાઈની ભૂમિકામાં આવી ગઈ હતી.
આ સમાચાર પણ વાંચો : ઉખાડ દિયા- ટ્વિટર ઉપર થઈ રહ્યું છે ટ્રેન્ડ- સંજય રાઉત હવે નિશાના પર- જાણો કઇ રીતે સંજય રાઉત ની ફીરકી લેવામાં આવી રહી છે
2019ની લોકસભા ચૂંટણી દરમિયાન ફરી એકવાર બંને પક્ષોએ સાથે આવ્યા. ભાજપે રાજ્ય સરકારમાં(state government) પોસ્ટ અને જવાબદારીઓ, અન્ય બાબતોની સાથે સમાનરૂપે વહેંચવાની જાહેરાત કરી હતી. પરંતુ લોકસભાનાં પરિણામ બાદ ભાજપા ફરી એકવાર શિવસેના પર દબાણ લાવવામાં સફળ રહી હતી.
આ વખતે વિધાનસભા ચૂંટણીમાં ભાજપાએ વધુ ચૂંટણી લડી હતી, જ્યારે શિવસેના ઓછી બેઠકો પર લડી હતી. આ સમયગાળા દરમિયાન ભાજપાએ 106 બેઠક જીતી હતી, જ્યારે શિવસેનાને 2014 કરતાં માત્ર 56 બેઠક ઓછી મળી હતી. આ પછી શિવસેનાએ અઢી વર્ષ સુધી સીએમની ફોર્મ્યુલાનો દાવ રમ્યો, પરંતુ ભાજપા સહમત ન થઈ, આથી શિવસેના-ભાજપાનું ગઠબંધન તૂટી ગયું. આ પછી શિવસેનાએ એનસીપી અને કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવી, ઉદ્ધવ ઠાકરે સીએમ બન્યા.