ખાલિસ્તાની સમર્થક સંગઠન શીખ ફોર જસ્ટિસ તરફથી હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીને તિરંગો નહીં ફરકાવા દેવાની ધમકીનો મામલો સામે આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઓસ્ટ્રોલિયાના ન્યૂકૈસલે એક નંબરથી સ્થાનિક પત્રકારોને એક ઓડિયો સંદેશ મોકલ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે હિમાચલ પંજાબનો ભાગ હતો. તેવામાં સીએમ જયરામ ઠાકુરે 15 ઓગસ્ટે તિરંગો ફરકાવવા નહીં દેવામાં આવે.
આ ધમકી ભર્યો મેસેજ મળ્યા બાદ પોલીસે રાજ્યપાલ, સીએમ જયરામ, જેપી નડ્ડા, અનુરાગ ઠાકુરની સુરક્ષામાં વધારો કર્યો છે.
સ્વતંત્રતા દિવસને લઈને અતિરિક્ત સુરક્ષા કર્મી તૈનાત કરવામાં આવ્યા છે. સુરક્ષા અને કાયદાકીય વ્યવસ્થા કાયમ રાખવા માટે ઉપાય કરવામાં આવ્યા છે.
હાલ આ મામલાની તપાસ સીઆઈડીના સાઈબર સેલને સોંપવામાં આવી છે.