ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 26 ફેબ્રુઆરી 2022,
શનિવાર,
મહારષ્ટ્રમાં બારમા ધોરણની ઑફલાઇન પરીક્ષા ચોથી માર્ચથી શરૂ થઈ રહી છે.
જોકે ભાષાનાં બે પેપરની પરીક્ષા જે પાંચમી અને સાતમી માર્ચે યોજાવાની હતી એ ટેક્નિકલ કારણોસર એક મહિનો પાછળ ઠેલવામાં આવી છે
એટલે કે હિન્દી, જર્મન, જૅપનીઝ, ચીની અને પર્શિયન ભાષાની પરીક્ષા 5 એપ્રિલે અને મરાઠી, ગુજરાતી, કન્નડ, સિંધી, અરેબિક, દેવનાગરી, મલયાલમ, તમિલ, તેલુગુ, પંજાબી અને બંગાળી ભાષાની પરીક્ષા 7 એપ્રિલે લેવાશે.
આ જાણકારી સ્ટેટ એજ્યુકેશન બોર્ડ દ્વારા આપવામાં આવી છે.
અહીં નોંધનીય છે કે પરીક્ષાના સ્થળ અને સમયમાં કોઈ ફેરફાર નહીં થાય.
આ વર્ષે સ્ટુડન્ટ્સને તેમની જ સ્કૂલ-કૉલેજ પરીક્ષાકેન્દ્ર તરીકે ફાળવવામાં આવી છે.
