Site icon

કોરોનાની ત્રીજી લહેરને આમત્રંણ? ગણેશોત્સવની ખરીદી માટે દાદર માર્કેટમાં ગ્રાહકોની ઊમટી ભીડ; જુઓ વીડિયો 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 06 સપ્ટેમ્બર, 2021 
સોમવાર 
કોરોનાની બીજી લહેર શાંત થતાં રાજ્ય સરકાર દ્વારા લાદવામાં આવેલાં નિયંત્રણોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જોકે નિયંત્રણોમાં ઘટાડો કરાયો હોવા છતાં કોરોના હજુ ગયો નથી. છતાં ઘણા બધા લોકો સભાનતા ભૂલી રહ્યા હોય, એવાં દૃશ્યો સામે આવ્યાં છે. મુંબઈની દાદર માર્કેટમાં રવિવારે સાંજે ભારે ભીડ જોવા મળી હતી. દસ દિવસનો ગણેશોત્સવ 10 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો હોવાથી લોકો ખરીદી માટે ઊમટી પડ્યા હતા. કોરોનાની ત્રીજી લહેરનું સંભવિત જોખમ હોવા છતાં લોકો માસ્ક વગર ફરતા અને સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવતા જોવા મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે ગણેશચતુર્થી અને અન્ય તહેવારો પહેલાં મુંબઈ પોલીસે સ્પેશિયલ-૧૩ સ્ક્વૉડ બનાવી છે, એ સ્ક્વૉડ તહેવારોની સિઝનમાં કોવિડના નિયમોનું પાલન થાય છે કે નહીં એનું ધ્યાન રાખે છે. શહેરનાં તમામ પોલીસ સ્ટેશનોને નિયમોનું ઉલ્લંઘન કરનારા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા જણાવાયું છે. આ અંગેનો આદેશ બુધવારે જૉઇન્ટ કિમશનર ઑફ પોલીસ વિશ્વાસ નાંગરે પાટીલ (લૉ ઍન્ડ ઑર્ડર) દ્વારા જારી કરાયો છે.

Join Our WhatsApp Community

દેશમાં ઑગસ્ટમાં GST કલેક્શન રેકૉર્ડ બ્રેક, તો પેટ્રોલ-ડીઝલના દરમાં રાહત કેમ નહીં? વેપારીઓનો કેન્દ્ર સરકારને સવાલ; જાણો વિગત

 

Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
Exit mobile version