ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
ભોપાલ
15 જુલાઈ 2020
મધ્યપ્રદેશનો સિંગરૌલી જિલ્લો ટૂંક સમયમાં ચળકતા સોનાના ઉત્પાદનમાં મોખરે તરીકે જાણીતો થઈ જશે. અહીં એક નવા સોનાના ભંડાર ની શોધ થઈ છે અને કાયદાકીય કાર્યવાહી પુરી થયા બાદ સોનાના ભંડારને નીલામ કરવાની પ્રક્રિયા શરૂ કરાશે. GSI ના સર્વે મુજબ મધ્યપ્રદેશના આ જિલ્લામાં 7.29 મિલિયન ટન સોનાનો ભંડાર છુપાયેલો હોવાનું અનુમાન છે. જીએસઆઈ ના સર્વેમાં આ વાતનો ખુલાસો થયા બાદ નવા સુવર્ણ ભંડારને એક બ્લૉક બનાવવામાં આવ્યો છે જેથી તેની બોલીની પ્રક્રિયા શરૂ કરી શકાય.
સિંગરૌલી ના ખનીજ અધિકારીએ કહ્યું કે, "બ્લેક ડાયમન્ડ ની સાથે સાથે હવે સિંગરૌલી જિલ્લો સોનાના ઉત્પાદન માટે પણ જાણીતો બન્યો છે. અહીં આ ખાણ શોધવાથી અહીં કામ કરવા માટે મજૂરોની જરૂર પડશે જેને કારણે રોજગાર ના નવા અવસર હવે ઊભા થશે. આમ તો આ જિલ્લાની ઓળખ દેશભરમાં વીજ ઉત્પાદન અને કોલસાના ઉત્પાદન તરીકે જાણીતી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ઉત્તર પ્રદેશનો સોનભદ્ર જિલ્લો પણ આવી જ એક સોનાની ખાણને લઈને ચર્ચાનો વિષય બન્યો હતો…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com