News Continuous Bureau | Mumbai
Mukhyamantri Yuva Karya Prashikshan Yojana: મહારાષ્ટ્ર સરકારની યુવાઓ માટેની મહત્વકાંક્ષી યોજનામાં અત્યાર સુધીમાં રાજ્યનાં ૧૧૦૦૦૦ તાલિમાર્થીઓને તાલીમ માટે જોડાવા માટે આદેશ આપવામાં આવ્યો છે. તેમાંથી ૬૦૦૦૦ હજારથી વધુ યુવાનો રાજ્યમાં પ્રશિક્ષણ માટે ખાનગી તેમજ સરકારી સંસ્થાઓમાં જોડાયા છે, એમ કૌશલ્ય, રોજગાર, ઉદ્યોગ સાહસિકતા અને નવીનતા મંત્રી મંગલ પ્રભાત લોઢાએ ( Mangal Prabhat Lodha ) જણાવ્યું હતું.
આ અંગે વધુ માહિતી આપતા મંત્રી શ્રી. લોઢાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ( Maharashtra Government ) રોજગારની તાલીમ આપીને યુવાનોને રોજગાર ( Employment ) લાયક બનાવવા અને વધુ રોજગારીની તકો પૂરી પાડવા માટે ‘મુખ્યમંત્રી યુવા કાર્ય તાલીમ યોજના’ શરૂ કરી છે. આ યોજનામાં સરકારી તેમજ ખાનગી સંસ્થાઓ તરફથી બહોળો પ્રતિસાદ મળ્યો છે. જેમાં વધુને વધુ યુવાનોને તાલીમ અને રોજગારની તકો મળી રહી છે. આ યોજના હેઠળ ભાગ લેવા માટે ૮૧૭૦ સંસ્થાઓએ નોંધણી કરાવી છે. તેમજ ૨૨૧૨૪૪ તાલીમાર્થીઓએ તાલીમ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
મુખ્યમંત્રી એકનાથ શિંદેની વિભાવનાથી અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી અજિત પવારના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રી યુવા કાર્ય તાલીમ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનાને માત્ર શહેરી વિસ્તારોમાં જ નહીં પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ યોજનાની વિભાગવાર સમીક્ષા કરતી વખતે, છત્રપતિ સંભાજી નગર અને તેની નીચે અમરાવતી વિભાગમામ વિશેષ ઉત્સાહ જોવા મળ્યો છે. જિલ્લાવાર આંકડા જોઇએ તો ધારાશિવ જિલ્લામાં સૌથી વધુ ૫૦૦૦ યુવાનો છે. સરકારના નિર્ણય અનુસાર, જુલાઇ અને ઓગસ્ટમાં પ્રથમ તબક્કામાં જોડાયેલા યુવાનોને તેમના આધાર લિંક્ડ બેંક ખાતામાં ૧૦ સપ્ટેમ્બર સુધી ડીબીટી દ્વારા તેમનું શિક્ષણ સ્ટાઇપેન્ડ મળશે એમ લોઢાએ જણાવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : Aamir khan: શું આવી રહી છે દંગલ 2? આમિર ખાન ની આ એક હરકત એ વધાર્યો ફેન્સ નો ઉત્સાહ
આ યોજના દ્વારા, મહારાષ્ટ્રના યુવાનોને ( Maharashtra Youth ) રોજગાર મળવા ઉપરાંત ઉદ્યોગોને જરૂરી માનવબળની સરળ ઍકસેસ પ્રદાન કરીને મહારાષ્ટ્રની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવામાં મદદ કરશે. આ યોજના આખા વર્ષ દરમિયાન ચાલુ રહેશે અને તેનો ઉદ્દેશ્ય ૧૦ લાખ યુવાનોને તાલીમ દ્વારા રોજગારી આપવાનો છે. આ વ્યાપક યોજના મહારાષ્ટ્ર સરકાર દ્વારા યુવાનો માટે શરૂ કરવામાં આવી છે અને ઉદ્યોગોએ પણ તેનો લાભ લેવો જોઇએ તેમ મંત્રીશ્રી લોઢાએ જણાવ્યું હતું.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.