ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
24 માર્ચ 2021
કોંગ્રેસ પાર્ટીએ મુંબઈ મહાનગર પાલિકામાં શિવસેના પર આરોપ લગાવ્યા છે. તેમનો આરોપ છે કે શિવસેનાના યુવરાજ એટલે કે આદિત્ય ઠાકરે ના મતદાર સંઘ પર મુંબઈ મહાનગરપાલિકા મહેરબાન છે. પોતાના આરોપોને બળ આપતા પુરાવા રજૂ કરીને કોંગ્રેસ પાર્ટીના નેતા રવિ રાજાએ કહ્યું કે આદિત્ય ઠાકરે ના મત વિસ્તારમાં સો કરોડ જેટલો ઓછો માલમતા કર વસૂલ કરવામાં આવ્યો છે. તેમનો આરોપ છે કે પાલિકાના અધિકારીઓ લોકો પાસેથી પૈસા લઇને તેમના પ્રોપર્ટી નું ક્ષેત્રફળ કાગળિયા પર ઘટાડી નાખે છે. જેને કારણે લોકોને ઓછો ટેક્સ ભરવાનો આવે છે.
કોંગ્રેસ પાર્ટીના આરોપો પર હાલ શિવસેના ચૂપ છે.