ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
11 નવેમ્બર 2020
વિરમગામ નજીક આવેલા પ્રખ્યાત નળ સરોવર પક્ષી અભ્યારણ્ય પાસેથી વન વિભાગની ટીમે 16 પક્ષીઓ સાથે એક શિકારીને ઝડપી પાડયો હતો. શિકારી પાસેથી પકડાયેલા 16 ગાર્ગી પક્ષીઓ પૈકી 11 મૃત હાલતમાં હતા અને પાંચ જીવીત હતા. ઉલ્લેખનીય છે કે ગાર્ગની બતક યુરોપના વતની છે, પરંતુ શિયાળા દરમિયાન ઠંડીથી બચવા માટે તે એશિયામાં સ્થળાંતર કરે છે. ત્યારે શિયાળાના આગમન સાથે પ્રખ્યાત પક્ષી અભયારણ્ય નળ સરોવરમાં વિદેશી પક્ષીઓનું આગમન શરૂ થઈ ગયું છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી પક્ષી અભ્યારણ્યમાં શિકારની પ્રવૃત્તિઓએ માઝા મૂકી છે.
વન અધિકારીએ જણાવ્યું હતું કે, “16 ગાર્ગનીઓમાંથી જે પાંચ જીવંત હતા તેઓને ખુલ્લામાં મુકત કરવામાં આવ્યા છે. દરમિયાન મૃત મળી આવેલા અન્ય 11 પક્ષીઓને પોસ્ટમોર્ટમ માટે અમદાવાદના બોડકદેવ સ્થિત વન્યપ્રાણી સંભાળ કેન્દ્ર લઈ જવાયા છે. શિકારીની ધરપકડ કરવામાં આવી હતી અને આરોપી પર વન્યજીવ અધિનિયમ ૧૯૭૨ અન્વય પ્રકારનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધનીય છે કે વિરમગામ નજીક આવેલા પ્રખ્યાત પક્ષી અભ્યારણમાં દર વર્ષે શિયાળાની શરૂઆતમાં વિવિધ પ્રજાતિઓના પક્ષીઓ આવે છે. જેે નજારો માણવા દર વર્ષે લાખો પ્રવાસીઓ નળસરોવરની મુલાકાત લે છે ત્યારે બીજી બાજુ આ વિદેશી પક્ષીઓનો શિકાર કરતા શિકારીઓ પણ ઝડપાતા હોય છે. નળ સરોવર પક્ષી અભ્યારણ ખાતે રેન્જનો સ્ટાફ દ્વારા અભયારણ્યમાં તપાસ કરવામાં આવી રહી હતી ત્યારે શિકારી પાસેથી પ્લાસ્ટિકના થેલામાંથી 11 મૃત અને પાંચ જીવંત ગાર્ગી પક્ષીઓ, એમ કુલ મળીને 16 પક્ષી મળી આવ્યા હતા.