Site icon News Continuous Bureau | Mumbai

ગુજરાતના નળસરોવર પક્ષી અભ્યારણ્યમાંના 16 દુર્લભ વિદેશી પક્ષીઓ સાથે શિકારી ઝડપાયો..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો

મુંબઈ

Join Our WhatsApp Channel

11 નવેમ્બર 2020 

વિરમગામ નજીક આવેલા પ્રખ્યાત નળ સરોવર પક્ષી અભ્યારણ્ય પાસેથી વન વિભાગની ટીમે 16 પક્ષીઓ સાથે એક શિકારીને ઝડપી પાડયો હતો. શિકારી પાસેથી પકડાયેલા 16 ગાર્ગી પક્ષીઓ પૈકી 11 મૃત હાલતમાં હતા અને પાંચ જીવીત હતા. ઉલ્લેખનીય છે કે ગાર્ગની બતક યુરોપના વતની છે, પરંતુ શિયાળા દરમિયાન ઠંડીથી બચવા માટે તે એશિયામાં સ્થળાંતર કરે છે. ત્યારે શિયાળાના આગમન સાથે પ્રખ્યાત પક્ષી અભયારણ્ય નળ સરોવરમાં વિદેશી પક્ષીઓનું આગમન શરૂ થઈ ગયું છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી પક્ષી અભ્યારણ્યમાં શિકારની પ્રવૃત્તિઓએ માઝા મૂકી છે.

વન અધિકારીએ જણાવ્યું હતું કે, “16 ગાર્ગનીઓમાંથી જે પાંચ જીવંત હતા તેઓને ખુલ્લામાં મુકત કરવામાં આવ્યા છે. દરમિયાન મૃત મળી આવેલા અન્ય 11 પક્ષીઓને પોસ્ટમોર્ટમ માટે અમદાવાદના બોડકદેવ સ્થિત વન્યપ્રાણી સંભાળ કેન્દ્ર લઈ જવાયા છે. શિકારીની ધરપકડ કરવામાં આવી હતી અને આરોપી પર વન્યજીવ અધિનિયમ ૧૯૭૨ અન્વય પ્રકારનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધનીય છે કે વિરમગામ નજીક આવેલા પ્રખ્યાત પક્ષી અભ્યારણમાં દર વર્ષે શિયાળાની શરૂઆતમાં વિવિધ પ્રજાતિઓના પક્ષીઓ આવે છે. જેે નજારો માણવા દર વર્ષે લાખો પ્રવાસીઓ નળસરોવરની મુલાકાત લે છે ત્યારે બીજી બાજુ આ વિદેશી પક્ષીઓનો શિકાર કરતા શિકારીઓ પણ ઝડપાતા હોય છે. નળ સરોવર પક્ષી અભ્યારણ ખાતે રેન્જનો સ્ટાફ દ્વારા અભયારણ્યમાં તપાસ કરવામાં આવી રહી હતી ત્યારે શિકારી પાસેથી  પ્લાસ્ટિકના થેલામાંથી 11 મૃત અને પાંચ જીવંત ગાર્ગી પક્ષીઓ, એમ કુલ મળીને 16 પક્ષી મળી આવ્યા હતા.   

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version