Site icon News Continuous Bureau | Mumbai

Hyderabad : હૈદરાબાદમાં ધોળા દિવસે થઇ ચોરી, બદમાશોએ છરીની અણી પર સોનાની દુકાન પર મચાવી લૂંટ.. જુઓ વીડિયો.

Hyderabad : હૈદરાબાદમાં 3 ચોરોએ છરીની અણી પર જ્વેલરીની દુકાનમાં લૂંટ ચલાવી હતી. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. લૂંટારુઓએ ખાતરી કરી હતી કે લૂંટ દરમિયાન સ્ટોરમાં અને તેની આસપાસ ન્યૂનતમ હિલચાલ થાય. છરીથી ઘાયલ દુકાનદારને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

Hyderabad 3 Men With A Knife Loot Hyderabad Jewellery Shop, Robbery Caught On CCTV

Hyderabad 3 Men With A Knife Loot Hyderabad Jewellery Shop, Robbery Caught On CCTV

News Continuous Bureau | Mumbai

Hyderabad : દિવસેને દિવસે ચોરી ( Robbery ) ના બનાવો વધી રહ્યા છે. અનેક લોકોના ઘર અને દુકાનોમાં ચોરીના બનાવો પ્રકાશમાં આવી રહ્યાં છે. હૈદરાબાદમાં ધોળા દિવસે સોનારની દુકાનમાં ચોરી થઈ છે. ચોંકાવીનારી વાત એ છે કે આ ચોરી દુકાન માલિકની નજર હેઠળ થઈ છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.

Join Our WhatsApp Channel

દુકાન માલિકને મોટું નુકસાન થયું

પ્રાપ્ત માહિતી અનુસાર, આ ચોરી હૈદરાબાદ શહેરના પટ્ટપાગલેમાં દાગીના ની દુકાનમાં થઈ છે. આ ઘટના માલકપેટના અકબર વિસ્તારમાં સ્થિત જ્વેલરી શોપમાં બની હતી. દુકાનમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી થઈ છે. આ ચોરીના કારણે દુકાન માલિકને મોટું નુકસાન થયું છે. આ ચોરીના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

જુઓ વિડીયો

તપાસ ચાલુ 

ફૂટેજમાં દેખાઈ રહ્યું છે કે એક વ્યક્તિ કેપ અને માસ્ક પહેરીને દુકાનની અંદર જાય છે. આ પછી તે અમુક જ્વેલરી જોવા લાગે છે. દુકાનદારે તેને દાગીના બતાવી રહ્યો હોય છે ત્યારે ટોપી પહેરેલ અન્ય એક વ્યક્તિ દુકાન પર આવે છે અને દુકાનદારને છરી ( Knife ) બતાવીને લૂંટવાનું શરૂ કરે છે. આ પછી ત્રીજો વ્યક્તિ પણ હેલ્મેટ પહેરીને દુકાનમાં આવે છે. આ પછી, છરી સાથે સજ્જ વ્યક્તિ કાઉન્ટર પર ચઢી અને દુકાનદાર પર હુમલો કરે છે. આ પછી દુકાનદાર બેભાન થઇને જમીન પર પડી જાય છે. અને ત્રીજો ચોર એક થેલીમાં દાગીનાના બોક્સ ભરવા લાગે છે. જે વ્યક્તિ પહેલા આવ્યો હતો તે ન તો લૂંટમાં મદદ કરી રહ્યો હતો કે ન તો તેને રોકવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ અંતે તે તેમની સાથે ભાગી ગયો હતો. હાલ પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે.

આ સમાચાર પણ વાંચો : Chili Cheese Corn Appe : દિવસની સારી શરૂઆત માટે સવારના નાસ્તામાં બનાવો ચિલી ચીઝ કોર્ન અપ્પમ, નોંધી લો રેસિપી..

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Brutal Murder Investigation નવી મુંબઈમાં લોહિયાળ રાત સીબીડી બેલાપુરમાં યુવકની ધારદાર શસ્ત્રથી કરપીણ હત્યા, વિસ્તારમાં ફફડાટ!
SIR Campaign શું છે મતદાર યાદી માટેની ‘SIR’ ઝુંબેશ? જાણો શું છે આ પ્રક્રિયા અને શા માટે છે મહત્વની
Railway Update પ્રવાસીઓ સાવધાન! 24 જુલાઈ સુધી લોનાવાલાકરજત ઘાટમાં કામગીરીને લીધે ટ્રેન વ્યવહાર પ્રભાવિત, જાણો કઈ ટ્રેનો રદ થઈ?
Fake DCP Exposed 10 વર્ષ સુધી IPS બનીને ફરી રહ્યો હતો ઠગ! અમિતાભ બચ્ચન અને જેકી શ્રોફ સાથેના ફોટા બતાવી લાખોની છેતરપિંડી
Exit mobile version