News Continuous Bureau | Mumbai
Hyderabad Metro હૈદરાબાદ મેટ્રોએ એક અનોખી પહેલ કરતા 20 ટ્રાન્સજેન્ડર્સને નોકરી પર રાખ્યા છે. તમામની નિમણૂક સુરક્ષાકર્મી તરીકે કરવામાં આવી છે. આ પગલા માટે હૈદરાબાદ મેટ્રો રેલ લિમિટેડની (HMRL) ખૂબ પ્રશંસા થઈ રહી છે. HMRL એ તમામ ટ્રાન્સજેન્ડર્સને પહેલા ટ્રેનિંગ આપી અને તાલીમ પૂરી થયા પછી તેમને નિમણૂક આપી દેવામાં આવી છે. તેમને કેટલાક મેટ્રો સ્ટેશનો સહિત મેટ્રો ટ્રેનની સુરક્ષા માટે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેનાથી મહિલા સુરક્ષામાં પણ વધારો થવાની સંભાવના છે. આ સુરક્ષાકર્મીઓને મેટ્રો સ્ટેશનો પર સુરક્ષા તપાસ અને મુસાફરોની સહાયતા જેવા કામ સોંપવામાં આવ્યા છે.
રોજ 5 લાખ લોકો કરે છે યાત્રા
હૈદરાબાદ મેટ્રો રેલને દેશની સૌથી આધુનિક શહેરી ટ્રાન્ઝિટ સિસ્ટમમાં ગણવામાં આવે છે. હૈદરાબાદમાં 3 મેટ્રો કોરિડોર સાથે 57 સ્ટેશન આવેલા છે, જેમાં દરરોજ લગભગ 5 લાખની આસપાસ લોકો સફર કરે છે. તેમાં મહિલાઓની સંખ્યા લગભગ 30 ટકા હોય છે. તેમની સુરક્ષા અને આત્મવિશ્વાસને ધ્યાનમાં રાખીને HMRL એ આ નિર્ણય લીધો છે.
આ સમાચાર પણ વાંચો : Rahu Nakshatra Transformation: આજે રાહુનું શતભિષા નક્ષત્રમાં પ્રવેશ, આ ૩ રાશિઓની આર્થિક સ્થિતિ અને કરિયરમાં થશે જબરદસ્ત સુધારો
તેલંગાણા સરકારનું સપનું
HMRL ના નિર્દેશક અનુસાર, 20 ટ્રાન્સજેન્ડર્સની નિમણૂક હૈદરાબાદ મેટ્રો પરિવાર માટે ગર્વની વાત છે. આ સુરક્ષાકર્મીઓથી કંઈક વધુ છે. તેનાથી માત્ર સામાજિક સશક્તિકરણ સુનિશ્ચિત થશે, પરંતુ તેલંગાણા સરકારની સમાવેશક સમાજની પરિકલ્પનાને પણ બળ મળશે.મેટ્રો સુરક્ષાકર્મીઓના રૂપમાં ટ્રાન્સજેન્ડર્સની ભરતીમાં તેલંગાણા સરકારનું પણ મહત્વનું યોગદાન છે. ગયા વર્ષે તેલંગાણા સરકારે ટ્રાન્સજેન્ડર્સને જાહેર ક્ષેત્રોમાં તૈનાત કરવાની મુહિમ શરૂ કરી હતી.
