ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
26 જુન 2020
શુક્રવારે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડરાએ કહ્યું હતું કે, "એક જાહેર સેવક તરીકે, મારી ફરજ ઉત્તર પ્રદેશની જનતા પ્રત્યે છે. અને આ ફરજ છે તેમના સમક્ષ સત્ય રજૂ કરવું નહીં કે યોગી સરકારનો પ્રચાર પ્રસાર કરવો. આથી યુપી સરકાર તેના વિવિધ વિભાગો દ્વારા મને ધમકી આપીને પોતાનો સમય ન બગાડે છે, સાથે જ કહ્યું, "યોગી સરકાર ગમે તે પગલાં લઈ શકે છે, હું સત્યની સાથે જ રહીશ. હું સ્વ.ઈન્દિરા ગાંધીની પૌત્રી છું, કેટલાક વિપક્ષી નેતાઓની જેમ ભાજપની અઘોષિત પ્રવક્તા નથી."
કોંગ્રેસના જનરલ સેક્રેટરી ઈનચાર્જ પ્રિયંકાએ યોગી આદિત્યનાથ સરકાર પર કોરોના જેવા રોગચાળાને લઈ કાર્ય કરવાની બદલે વધુ પ્રચાર કરવાનો આરોપ લગાવ્યો હતો. અને કોરોનાને લઈ કેટલાક ખોટા આંકડા જાહેર કર્યા હતા તે બાદ ઉ.પ્ર. સરકાર દ્વારા તેમને નોટિસ ફટકારી હતી.. જે બાદ આજે પ્રિયંકાએ ઉપરોક્ત ટ્વીટ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે અઠવાડિયા દરમ્યાન પ્રિયંકા ગાંધીએ આગ્રામાં કોવીડ -19 ના ઉચ્ચ મૃત્યુ દર અને રોગચાળાને નિયંત્રિત ના કરવા સંબંધિત મુદ્દાઓ પર પણ ઉત્તર પ્રદેશ સરકાર પર વારંવાર હુમલા કર્યા હતાં….
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com