178
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
પળે પળે બદલાતી પરિસ્થિતિમાં પંજાબના રાજનૈતિક ઘટના ક્રમમાં એક નવો વળાંક આવ્યો છે. પંજાબથી દિલ્હી પહોંચેલા ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ એ મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે તેઓ દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના એકેય નેતાને નહીં મળે. આ ઉપરાંત તેમણે એક સૂચક વક્તવ્ય આપતાં જણાવ્યું કે તેઓ દિલ્હી ખાતે પોતાના ઘરને ખાલી કરવા માટે આવ્યા છે. તેમજ તેઓ પોતાનું ઘર ખાલી કરશે અને પાછા પંજાબ જતા રહેશે.
ભાજપના નેતા કિરીટ સૌમૈયા પર વાશીમમાં હુમલો કરનારા માસ્ટર માઈન્ડની ED એ કરી ધરપકડ; જાણો વિગત
ઉલ્લેખનીય છે કે બપોરના સમયે એવા સમાચાર વહેતા થયા હતા કે કેપ્ટન અમરિંદર સિંહ દિલ્હીમાં ભાજપના નેતા જગત પ્રકાશ નડ્ડા તેમજ ગૃહમંત્રી અમિત શાહને મળવાના છે.
You Might Be Interested In