News Continuous Bureau | Mumbai
મહાવિકાસ આઘાડીને(Mahavikas Aghadi) તોડીને શિવસેનાના(Shivsena) બળવાખોર એકનાથ શિંદે(Eknath Shinde) મુખ્ય પ્રધાન બની ગયા છે અને ભાજપના(BJP) દેવેન્દ્ર ફડણવીસ(Devendra Fadnavis) ડેપ્યુટી મુખ્યમંત્રી(Deputy CM) બની ગયા છે. તાજેતરમાં તેમણે પોતાના હોમટાઉન નાગપુરની(nagpur) મુલાકાત લીધી હતી એ સમયે તેમણે મીડિયા સાથે શિંદે ગ્રુપ(Shinde Group) અને ભાજપની બનેલી યુતિ સરકારની રચનાના ઘણા રહસ્યો ખોલ્યા હતા.
ફડણવીસે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે મહા વિકાસ અઘાડી સરકારની રચનાના પ્રથમ બે મહિનામાં જ ખબર પડી ગઈ હતી કે શિવસેનાના ધારાસભ્યોમાં નારાજગી છે. આમાંથી જ તેમનામાં અસંતોષ ઊભો થયો હતો પરંતુ તે બળવો નહોતો. જ્યારે અનેક ધારાસભ્યો તેનું સમર્થન મળ્યું ત્યારે ભાજપે તેમને મદદ કરવા આગળ આવ્યો હતો અને મેં અહીંથી એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવવાનો પ્રસ્તાવ મોકલ્યો હતો.
અનૈસિગક ગઠબંધનના કારણે શિવસેનાના ધારાસભ્યો કહેતા હતા કે, કામ નથી થતું, બાળાસાહેબના(Balasaheb) વિચારોથી દૂર થઈ રહ્યા છીએ, મતદારોમાં શું લઈ જઈશું? આ કારણે શિવસેનામાં અસંતોષ ઉભો થયો અને ભાજપે તેને સમર્થન આપ્યું હતું આ અસંતોષને કારણે શિવસેનાના બે તૃતીયાંશથી વધુ ધારાસભ્યો અલગ થઈ ગયા. તેથી જ્યારે સરકાર બનાવવા જઈ રહી હતી ત્યારે મેં પહેલો પ્રસ્તાવ મોકલ્યો હતો કે એકનાથ શિંદે મુખ્યમંત્રી(Chief Minister) બને. મારો વિચાર હતો કે, મારે બહારથી બેસીને સરકારને સંપૂર્ણ મદદ કરવી જોઈએ, પરંતુ, જ્યારે દિલ્હીથી(Delhi) વડાપ્રધાન(PM), રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડા(National President Nadda) અને અમિત શાહે(Amit Shah) મને સરકારમાં જોડાઈને કામ કરવાનું કહ્યું, ત્યારે મેં તે સ્વીકાર્યું હોવાની કબૂલાત દેવેન્દ્ર ફડણવીસે કરી હતી.
આ સમાચાર પણ વાંચો : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ફરી બંધાશે લગ્નના બંધનમાં- સીએમ કેજરીવાલ કાર્યક્રમમાં થશે સામેલ-જાણો કોણ છે તેમના જીવનસાથી
શિવસેનાના ધારાસભ્યોનો અસંતોષ જોઈને જ્યારે મેં તેમને મદદ કરી ત્યારે મને વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનું મજબૂત માર્ગદર્શન અને સમર્થન મળ્યું. પરંતુ, તેની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આપવામાં આવેલી મદદ ઘણી મદદગાર છે. તેમનું યોગદાન બહુ મોટું છે. આના કારણે અમને ક્યાંય પણ કોઈ તકલીફ ન પડી એવો ચોંકાવનારો ખુલાસો પણ દેવેન્દ્ર ફડણવીસે કર્યો હતો.
શિવસેના પર ઉદ્ધવ ઠાકરેનું(Uddhav Thackeray) કે એકનાથ શિંદેનું વર્ચસ્વ એવા સવાલ થઈ રહ્યા છે ત્યારે શિવસેના બાળાસાહેબના વિચારોની એક બાજુ છે અને બાળાસાહેબના વિચારોની શિવસેના માત્ર એકનાથ શિંદેની છે, ઉદ્ધવ ઠાકરેજી બાળાસાહેબના પુત્ર છે, તેમની પાસે બાળાસાહેબનો વારસો છે, તેથી હું આના પર વધુ વાત નહીં કરું એવી ટિપ્પણી પણ દેવેન્દ્ર ફડણવીસે કરી હતી