Site icon

 સાહેબનો વટ તો જુઓ!  એક પાલતુ કુતરા માટે IAS અધિકારીએ આખું સ્ટેડિયમ કરાવી દીધું ખાલી, હવે ગૃહ મંત્રાલયે કરી આ કડક કાર્યવાહી.. જાણો શું છે સમગ્ર મામલો 

News Continuous Bureau | Mumbai 

રાજધાની દિલ્હી(Delhi)ના એક આઈએએસ(IAS) અધિકારી વિવાદોમાં સપડાયા છે. આ અધિકારી દિલ્હીના ત્યાગરાજ સ્પોર્ટ્સ સ્ટેડિયમ(Tyagraj sports Stadium)માં ડોગ સાથે વોક કરવાના મામલે વિવાદમાં ઘેરાયા છે અને હવે IAS પતિ-પત્ની સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. ગૃહ મંત્રાલયે(Home Ministry) બંને IAS દંપતી વિરુદ્ધ આ કડક કાર્યવાહી કરી છે. IAS અધિકારી સંજીવ ખિરવાર(Sanjeev Khirwar)ની લદ્દાખ(Ladakh) ખાતે ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. જ્યારે તેમના પત્ની રિંકૂ દુગ્ગા(Rinku Dhugga)ની બદલી કરીને તેમને અરૂણાચલ પ્રદેશ(Arunachal Pradesh)માં પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. 

Join Our WhatsApp Community

પ્રાપ્ત જાણકારી મુજબ, દિલ્હીના ત્યાગરાજ સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરતા રમતવીરો અને કોચ(Athlits and coach) થોડા મહિનાથી પરેશાન છે. કારણ કે તેમને સાંજે 6 વાગ્યા સુધીમાં આ સ્ટેડિયમ ખાલી કરવાનો આદેશ આપવામાં આવતો હતો જેથી IAS અધિકારીઓ તેમના કૂતરા સાથે વોક કરી શકે(walk with dog). જેના કારણે ત્યાં પ્રેક્ટિસ કરતા ખેલાડીઓને મુશ્કેલી પડી રહી હતી.

આ સમાચાર પણ વાંચો : કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા નારાયણ રાણેની તબિયત બગડી, મુંબઈની આ હોસ્પિટલમાં કરાયા દાખલ; જાણો વિગતે

મીડિયા રિપોર્ટ અનુસાર, આ સમગ્ર મામલાને લઈને કોચે કહ્યું કે, પહેલા અમે અહીં 8 થી 8:30 સુધી ટ્રેનિંગ(training) કરતા હતા. પરંતુ હવે અમને સાંજે 7 વાગ્યે સ્ટેડિયમ(Stadium) ખાલી કરવાનું કહેવામાં આવ્યું છે જેથી અધિકારીઓ તેમના કૂતરાઓને ત્યાં લઈ જઈ શકે. આ કારણે અમારી તાલીમ અને પ્રેક્ટિસ રૂટિન(practice routin) પર અસર પડી રહી છે.

તો બીજી તરફ, 1994 બેચના IAS અધિકારી ખિરવરે આ આરોપોને સંપૂર્ણપણે પાયા વિહોણા ગણાવ્યા છે. તેમણે સ્વીકાર્યું કે તેઓ ‘ક્યારેક’ તેમના પાલતુ કૂતરા(pet dog)ને સ્ટેડિયમમાં ફરવા લઈ જતા હતાં. પરંતુ એથ્લેટ્સની પ્રેક્ટિસ પર તેની કોઈ અસર થઈ હોવાનો ઇનકાર કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો : આવક કરતા વધારે સંપત્તિ : આ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીને  કોર્ટે 4 વર્ષની સજા અને 50 લાખનો દંડ.. સાથે જ આપ્યા આ આદેશ.. 

ઉલ્લેખનીય છે કે, ત્યાગરાજ સ્ટેડિયમ દિલ્હી સરકાર(Delhi govt)ના તાબા હેઠળ આવે છે. આ સ્ટેડિયમ 2010માં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સ(common wealth game) દરમિયાન બનાવવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના ખેલાડીઓ તેમજ ફૂટબોલ ખેલાડીઓ અહીં પ્રેક્ટિસ કરે છે. 

Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Nashik leopard: નાસિક શહેરમાં ભર દિવસે દીપડાનો આતંક; એક વન અધિકારી ઘાયલ
Amit Shah Reaction: બિહારમાં જીત પછી અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા, નીતીશ માટે પણ સંદેશ!
Godrej Agrovet MoU, ₹70 crore investment: ગોદરેજ એગ્રોવેટે રૂ. 70 કરોડના રોકાણ માટે આંધ્ર પ્રદેશ સરકાર સાથે એમઓયુ કર્યો
Exit mobile version