ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૧ મે 2021
મંગળવાર
મહારાષ્ટ્રમાં સોમવારે કોરોના સંપૂર્ણ રીતે કાબૂમાં આવી ગયો હોય તેવું ચિત્ર દેખાઈ રહ્યું છે. આવા સમયે રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ ઉદ્ધવ ઠાકરે પર નિશાન તાક્યું છે. પાર્ટીના પ્રવક્તા સંદીપ દેશપાંડેએ સવાલ પૂછ્યો છે કે જો મુંબઈ શહેરમાં સંક્રમણ વધી જાય તો તેની માટે લોકોનું બેજવાબદાર વર્તન કારણભૂત માનવામાં આવે છે. પરંતુ જો મુંબઈ શહેરમાં પરિસ્થિતિ સુધરી જાય તો તેનો શ્રેય રાજ્ય સરકાર લઈ જાય છે. આવું શા માટે? હકીકત એ છે કે મહારાષ્ટ્રમાં મોજુદા સરકાર અસફળ ગઈ છે. તેમજ લોકોની સુવિધા પ્રત્યે અને વેક્સિનેશન સંદર્ભે કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી. આવી પરિસ્થિતિમાં ઠાકરે સરકાર ને શ્રેય આપવાની કોઈ જરૂર નથી.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર સરકાર પર ભારતીય જનતા પાર્ટી પહેલેથી સવાલ ઉઠાવી રહી છે. હવે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ પણ પ્રશ્નો ઉચક્યા છે.