ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
21 ઓગસ્ટ 2020
મુંબઇમાં કોરોનાથી થતાં મૃત્યુનાં પ્રમાણમાં વધારો થયો છે. આથી હવે સિનિયર સિટિઝનોને કોરોના ચેપ લાગ્યો હોય તો તેઓને મ્યુનિસિપલ અથવા ખાનગી હોસ્પિટલમાં તુરંત જ દાખલ કરવા પડશે અને જ્યાં સુધી કોરોના રિપોર્ટ નેગેટીવ ના આવે ત્યાં સુધી સિનિયર સિટીઝને હોસ્પિટલમાં સારવાર લેવી પડશે. એમ મ્યુનિસિપલ કોર્પોરેશનના એડિશનલ કમિશનરે જણાવ્યું હતું. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન મુંબઈમાં કોરોના પર નિયંત્રણ મેળવવામાં સફળ થઈ રહી છે. પરંતુ વૃદ્ધોમાં કોરોનાથી થતા મૃત્યુનું પ્રમાણ વધ્યું છે.
કોરોના પર બીજા અને ત્રીજા તબક્કાના પરીક્ષણો માટે મુંબઇ સેન્ટ્રલની નાયર અને પરેલની કેઇએમ હોસ્પિટલમાં લેવામાં સેમ્પલ લેવામાં આવશે. કેઇએમ માં, 20 થી 50 વર્ષની વય જૂથના 160 સ્વસ્થ લોકોની પસંદગી કરવામાં આવશે, જ્યારે નાયરમાં, 100 સ્વયંસેવકોની પસંદગી કરવામાં આવશે.
વધુ એક મહત્વની વાત, મુંબઇમાં, કોરોના કારણે વૃદ્ધોના મૃત્યુ દરને રોકવા માટે બાળકોને આપવામાં આવતી બીસીજીની રસી અપાશે. બીસીજી ની રસી ઘણી શ્વાસને લાગતી બિમારીઓ સામે પણ રક્ષણ આપે છે. આ અંગે વધુ સંશોધન કેઇએમ હોસ્પિટલ અને આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવશે. બીસીજીનું પરીક્ષણ 60 થી 70 વર્ષની વયના તંદુરસ્ત લોકો તેમજ એચ.આય.વી અથવા જેને કેન્સર જેવી ટર્મિનલ બીમારી નથી તેવા લોકો પર કરવામાં આવશે. આ માટે, સ્વયંસેવકો તરીકે 250 વ્યક્તિઓની પસંદગી પરેલ, લાલબાગ, શિવડી, ભોઇવાડા, વરલી, પ્રભાદેવી, લોઅર પરેલ જેવાં વિસ્તારોમાંથી કરવામાં આવશે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com