Site icon

બોમ્બે હાઈકોર્ટે નેતાઓના કાન આમળ્યા, ઘરે બેઠા શું કામ રસી લો છો? 

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 10 એપ્રિલ 2021

શનિવાર

મહારાષ્ટ્રમાં ઘણા નેતાઓ પોતાના ઘરે બેઠા કોરોના ની રસી મેળવે છે. આ સંદર્ભે બોમ્બે હાઈકોર્ટે ખરાબ ટિપ્પણી કરી છે. વાત એમ છે કે બોમ્બે હાઈકોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો જેમાં માગણી કરવામાં આવી હતી કે વૃદ્ધોને અને સિનિયર સિટીઝનોને ઘરે જઈને કોરોના ની રસી આપવામાં આવે. આ સુનાવણી સમયે બોમ્બે હાઈકોર્ટે જણાવ્યું કે કેન્દ્ર સરકારની ગાઇડલાઇન આ સંદર્ભે સ્પષ્ટ હોવાને કારણે એવું નહીં થઈ શકે.

પોતાના ચુકાદા દરમિયાન બોમ્બે હાઈકોર્ટે જણાવ્યું કે અનેક નેતાઓ પોતાના ઘરે બેસીને કોરોનાની વેક્સિન લઇ રહ્યા છે. જ્યારે ભારત દેશના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ વેક્સિન સેન્ટર માં જઈને વેક્સિન જઈ રહ્યા છે ત્યારે રાજ્ય નેતાઓ ઘરબેઠા વેક્સિન કેમ લે છે? 

ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે શરદ પવાર સહિત અનેક નેતાઓએ કોરોનાની વેક્સિન પોતાના ઘરે મેળવી હતી.

વેપારીઓના ધંધા બંધ અને ફેરિયાઓ લોકોને લુટે છે. રાતોરાત આ વસ્તુઓના ભાવ વધારી દીધા.
 

Exit mobile version