News Continuous Bureau | Mumbai
હનુમાન ચાલીસા વિવાદમાં હવે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે પણ ઝુકાવી દીધું છે. જાહેર સ્થળોએ હનુમાન ચાલીસાના પાઠ અને લાઉડસ્પીકરના વિવાદ તેમણે મૌન તોડવાની સાથે જ વિરોધપક્ષને ખુલ્લી ધમકી આપી દીધી છે શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરે શિવસૈનિકોએ શીખવ્યું છે કે દાદાગીરી કેવી રીતે તોડી શકાય.
હનુમાન ચાલીસાના પાઠ કરવાના મુદ્દે ઉદ્ધવ ઠાકરેએ ભાજપ અને અપક્ષ સાંસદ નવનીત રાણા પર નિશાન સાધતા કહ્યું હતું કે બહુ જલદી મારે જાહેર સભાનું આયોજન કરવાના છે. હું આ નકલી હિંદુત્વવાદી કાર્યકરો સાથે વાત કરવા માંગુ છું. મારા કુર્તા થી તમારો કુર્તો વધુ કેસરિયો કેવો? ટૂંક સમયમાં જ તેઓ સાથે મિટિંગ કરીને હું તેમના ચહેરા પર લાગેલા મહોરો ઉતારવાનો છું.
આ સમાચાર પણ વાંચો : રાજ્યમાં આટલા ટકા મસ્જિદો તેમ જ મંદિરો પર લાઉડ સ્પીકર છે. કેટલા છે ગેરકાયદે? મીડિયામાં આવ્યો અહેવાલ.જાણો વિગતે
છેલ્લા થોડા દિવસથી ભાજપ હિંદુત્વના મુદ્દે શિવસેનાની ટીકા કરી રહ્યો છે તે મુદ્દે ચીફ મિનિસ્ટરે કહ્યું હતું કે અમે હિંદુત્વની અવગણના કરી છે એવા અમારા પર આરોપ કરવામાં આવે છે. અમે ગદાધારી હિન્દુ છીએ. ભગવાન હનુમાનની ગદા જેવું અમારું હિંદુત્વ છે. જો તમારે હનુમાન ચાલીસોના પાઠ કરવો હોય તો ફોન કરીને ઘરે આવો. પણ જો તમે દાદાગીરીનો આશરો લેશો, તો તેને કેવી રીતે તોડવી તે અમે જાણીએ છીએ. અમારા કાર્યકર્તાઓએ ઘંટાધારી પાસેથી હિંદુત્વ શીખવાની જરૂર નથી. હનુમાન ચાલીસાનો પાઠ કરવાની એક રીત છે. કેટલાક લોકો પાસે કામ નથી. તેથી તેઓ આ કામ લઈને બેઠા છે.