Site icon

ઉદ્ધવ ઠાકરેની ખુલ્લી ધમકી. લાઉડસ્પીકર મામલે આપ્યું આ નિવેદન.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai  

હનુમાન ચાલીસા વિવાદમાં હવે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે પણ ઝુકાવી દીધું છે. જાહેર સ્થળોએ હનુમાન ચાલીસાના પાઠ અને લાઉડસ્પીકરના વિવાદ તેમણે મૌન તોડવાની સાથે જ વિરોધપક્ષને ખુલ્લી ધમકી આપી દીધી છે શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરે શિવસૈનિકોએ શીખવ્યું છે કે દાદાગીરી કેવી રીતે તોડી શકાય. 

Join Our WhatsApp Community

હનુમાન ચાલીસાના પાઠ કરવાના મુદ્દે ઉદ્ધવ ઠાકરેએ ભાજપ અને અપક્ષ સાંસદ નવનીત રાણા પર નિશાન સાધતા કહ્યું હતું કે બહુ જલદી મારે જાહેર સભાનું આયોજન કરવાના છે. હું આ નકલી હિંદુત્વવાદી કાર્યકરો સાથે વાત કરવા માંગુ છું. મારા કુર્તા થી તમારો કુર્તો વધુ કેસરિયો કેવો? ટૂંક સમયમાં જ તેઓ સાથે મિટિંગ કરીને હું તેમના ચહેરા પર લાગેલા મહોરો ઉતારવાનો છું.

આ સમાચાર પણ વાંચો :  રાજ્યમાં આટલા ટકા મસ્જિદો તેમ જ મંદિરો પર લાઉડ સ્પીકર છે. કેટલા છે ગેરકાયદે? મીડિયામાં આવ્યો અહેવાલ.જાણો વિગતે

છેલ્લા થોડા દિવસથી ભાજપ હિંદુત્વના મુદ્દે શિવસેનાની ટીકા કરી રહ્યો છે તે મુદ્દે ચીફ મિનિસ્ટરે કહ્યું હતું કે અમે હિંદુત્વની અવગણના કરી છે એવા અમારા પર આરોપ કરવામાં આવે છે. અમે ગદાધારી હિન્દુ છીએ. ભગવાન હનુમાનની ગદા જેવું અમારું હિંદુત્વ છે. જો તમારે હનુમાન ચાલીસોના પાઠ કરવો હોય તો ફોન કરીને ઘરે આવો. પણ જો તમે દાદાગીરીનો આશરો લેશો, તો તેને કેવી રીતે તોડવી તે અમે જાણીએ છીએ. અમારા કાર્યકર્તાઓએ ઘંટાધારી પાસેથી હિંદુત્વ શીખવાની જરૂર નથી. હનુમાન ચાલીસાનો પાઠ કરવાની એક રીત છે. કેટલાક લોકો પાસે કામ નથી. તેથી તેઓ આ કામ લઈને બેઠા છે.

 

Raj Thackeray: શું મુંબઈમાં જોવા મળશે મોટો ખેલ? શાંત પ્રચાર પાછળ રાજ ઠાકરેની કઈ વ્યૂહરચના છે? ઠાકરેએ પોતે જ ખોલ્યા પત્તા
Raj Thackeray: મુંબઈમાં હવે ‘બોમ્બે ઢાબા’ પર વિવાદ: નામ જોતા જ રાજ ઠાકરેએ હાઈવે પર ગાડી ઉભી રખાવી, મનસે કાર્યકરોએ બોર્ડ તોડી પાડ્યું
Maharashtra: મહારાષ્ટ્રમાં હવામાનનો યુ-ટર્ન! મુંબઈમાં વાદળછાયું આકાશ, તો રાજ્યના આ વિસ્તારોમાં માવઠાની આગાહી
Makar Sankranti: રેલવે મુસાફરો માટે સારા સમાચાર! મકર સંક્રાંતિ નિમિત્તે 150 સ્પેશિયલ ટ્રેનો દોડશે; શિરડી, તિરુપતિ અને મહારાષ્ટ્રના સ્ટેશનોનો પણ સમાવેશ
Exit mobile version