Site icon

IKhedut Portal: બાગાયત ખાતાની યોજનાઓનો લાભ મેળવવા માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરવા અનુરોધ.

IKhedut Portal: બાગાયત ખાતાની કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવેલોપમેન્ટ કાર્યક્રમ અને કમલમ ફળ (ડ્રેગન ફ્રુટ)ના વાવેતર સહાય માટે અરજી કરવા અનુરોધ.

IKhedut Portal: To avail the benefits of Horticulture Account schemes, apply on i-Khedut Portal

IKhedut Portal: To avail the benefits of Horticulture Account schemes, apply on i-Khedut Portal

News Continuous Bureau | Mumbai

IKhedut Portal: સુરત ( Surat ) જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતો ( Farmers ) વર્ષ ૨૦૨૩- ૨૪ માટે બાગાયત ખાતાની ( Horticulture Department )  કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવેલોપમેન્ટ કાર્યક્રમ અને કમલમ ફળ (ડ્રેગન ફ્રુટ) ના વાવેતર માટે સહાયનો કાર્યક્રમ ઘટકમાં મહત્તમ લાભ મેળવી શકે તે હેતુથી આઇ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું છે. જેથી ખેડુતો તા.૧૨/૧૦/૨૦૨૩ સુધીમાં ઓનલાઈન અરજી કરીને લાભ મેળવી શકે છે. અરજી માટે ખેડૂત મિત્રોએ પોતાના નજીકના ગામના ઇ-ગ્રામ સેન્ટર, ખાનગી ઇન્ટરનેટ અથવા બાગાયત વિભાગની કચેરીમાં સવારના ૧૧.૦૦ થી સાંજના ૫:૦૦ દરમિયાન ૭/૧૨, ૮-અ ની નકલ, આધાર કાર્ડની નકલ, રેશનકાર્ડની નકલ અને બેંક ખાતાની વિગત સાથે લઇ જઇને લાભ લેવા માંગતા ઘટકમાં સમયસર અરજી કરવી. અરજી કર્યા બાદ અરજીની કોપી અને સાધનિક કાગળો દિન ૭મા બાગાયત કચેરીમાં અચુક જમા કરવાના રહેશે. જરૂરી સાધનિક કાગળો વિનાની તેમજ નિયત સમય મર્યાદા બાદ મળેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહી. ઓન લાઇન અરજી ikhedut.gujarat.gov.in  વેબસાઇટ પર કરી શકાશે. વધુ જાણકારી માટે નાયબ બાગાયત નિયામકની કચેરી, લાલ બંગલા, ઓલપાડી મહોલ્લો, અઠવાલાઇન્સ, સુરત. ફોન નં : ૦૨૬૧-૨૬૫૫૯૪૮. પર સંપર્ક કરવા સાધવા સુરતના નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવાયું છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : India Forex Reserves : વિદેશી મુદ્રા ભંડારમાં આવ્યો અધધ 5 અબજ ડોલરનો ઘટાડો, પહોંચ્યું 11 સપ્તાહમાં સૌથી નીચા સ્તરે.. જાણો આંકડા

Gujarat new talukas 2025: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠક
PURNA Scheme Gujarat: ગુજરાતની અંદાજે ૧૦ લાખ કિશોરીઓ પૂર્ણા યોજનાથી લાભાન્વિત થઈ વધુ સુપોષિત અને સશક્ત બની રહી છે
Gujarat Rain Alert: નવરાત્રી દરમિયાન ગુજરાતના આ ભાગોમાં ભારે વરસાદની આગાહી, 29 સપ્ટેમ્બર સુધી યેલો એલર્ટ
Gandhinagar Startups: સ્ટાર્ટઅપ્સ કોન્કલેવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માઈન્ડ ટુ માર્કેટના વિચારને સાર્થક કરવાનો મંચ બનશે: કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ
Exit mobile version