News Continuous Bureau | Mumbai
Illegal Human Egg Racket ED Raids મહારાષ્ટ્રમાં આર્થિક રીતે નબળી અને જરૂરિયાતમંદ મહિલાઓને લાલચ આપી ગેરકાયદેસર રીતે માનવ અંડકોષ (હ્યુમન એગ) કાઢવાના મોટા રેકેટ સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ આકરી કાર્યવાહી હાથ ધરીને ૧૦ સ્થળોએ દરોડા પાડી ₹૨૯ લાખ રોકડા જપ્ત કર્યા છે.
Illegal Human Egg Racket ED Raids – PMLA હેઠળ થાણે, નાસિક અને બારામતીમાં સઘન દરોડા
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની મુંબઈ ઝોનલ ઓફિસ દ્વારા મહારાષ્ટ્રમાં ગેરકાયદે માનવ અંડકોષ કાઢવાના મોટા કૌભાંડ સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), ૨૦૦૨ હેઠળ લાલ આંખ કરવામાં આવી છે. તપાસ એજન્સીની વિશેષ ટીમોએ થાણે, બારામતી અને નાસિક સ્થિત કેટલીક જાણીતી ખાનગી હોસ્પિટલો તથા આઈવીએફ (IVF) સેન્ટર્સ સહિત કુલ ૧૦ સ્થળો પર વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ નેટવર્ક સાથે સંકળાયેલા શંકાસ્પદ ડોક્ટરો, વચેટીયાઓ અને સંચાલકોના ઠેકાણાઓ પર સવારથી જ દરોડાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
Illegal Human Egg Racket ED Raids – ₹૨૯ લાખ રોકડા, બેંક લોકર્સ અને મ્યુચ્યુઅલ ફંડ ફ્રીઝ
આ સઘન સર્ચ ઓપરેશન દરમિયાન તપાસ એજન્સીને મોટા પાયે બિનહિસાબી નાણાકીય વ્યવહારોની માહિતી મળી છે. સ્થળ પરથી ₹૨૯ લાખની શંકાસ્પદ રોકડ જપ્ત કરવામાં આવી છે, જ્યારે આરોપીઓ સાથે સંકળાયેલા શંકાસ્પદ બેંક લોકર્સ અને મ્યુચ્યુઅલ ફંડ રોકાણોને કાયદાકીય જોગવાઈઓ હેઠળ તાત્કાલિક અસરથી ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત, દરોડા દરમિયાન મોટા પાયે વાંધાજનક દસ્તાવેજો, લેપટોપ, મોબાઈલ ફોન અને હાર્ડ ડિસ્ક જેવા ડિજિટલ ઉપકરણો પણ જપ્ત કરાયા છે, જેમાંથી હવાલા અને મની લોન્ડરિંગના વ્યવહારોના પુરાવા મળવાની શક્યતા છે.
Illegal Human Egg Racket ED Raids – નકલી ઓળખકાર્ડ બનાવી ગરીબ મહિલાઓનું શોષણ
તપાસમાં બહાર આવેલી ચોંકાવનારી વિગતો મુજબ, આ ગેરકાયદે સિન્ડિકેટ દ્વારા આર્થિક સંકટમાં ફસાયેલી ગરીબ અને જરૂરિયાતમંદ મહિલાઓને નિશાન બનાવવામાં આવતી હતી. મહિલાઓની સાચી ઓળખ છુપાવવા માટે તેમના બોગસ ઓળખકાર્ડ અને દસ્તાવેજો તૈયાર કરવામાં આવતા હતા. નિયમોને નેવે મૂકીને નજીવી રકમની લાલચ આપી તેમના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરી વારંવાર અંડકોષ કાઢવામાં આવતા હતા. એજન્સી હવે આ કાળા કારોબારમાં અન્ય કયા મોટા ક્લિનિક્સ, મેડિકલ સ્ટાફ કે એજન્ટો સામેલ છે તે દિશામાં મની ટ્રેલની ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે.
👉 આ સમાચાર વાચો:
Western Express Highway Fatal Accidents વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર બે ભયાનક અકસ્માત સગીર સહિત બેનાં કમકમાટીભર્યા મોત, પોલીસ તપાસ તેજ!