News Continuous Bureau | Mumbai
એપ્રિલ મહિનામાં મહારાષ્ટ્ર ઉકળતી ભઠ્ઠીમાં ફેરવાઈ ગયું છે. હજી તો મે મહિનાની આકરી ગરમી બાકી છે ત્યારે ભારતીય હવામાન ખાતાએ(Indian Meteorological Department) મહારાષ્ટ્ર માટે આગામી ચાર દિવસ માટે યલો-ઓરેન્જ એલર્ટની જાહેરાત કરી છે. ચાર દિવસ ગરમીનું મોજું ફરી વળવાનું હોઈ અગત્યનું કામ હોય તો તડકામાં ઘરની બહાર નીકળવાની સલાહ પણ આપી છે.
હાલ મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્ર કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યું છે. રાજ્યના અમુક વિસ્તાર ઉકળતી ભઠ્ઠીમાં ફેરવાઈ ગયા છે, તો અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ(Unseasonal rain) પડી રહ્યો છે. મહાબળેશ્વર(Mahabaleshwar) અને માથેરાન(Matheran) જેવા હિલ સ્ટેશનો(Hills station) પણ કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : લાઉડ સ્પીકર સંદર્ભે હવે બરાબરનું રાજકરણ જામ્યું. રામદાસ આઠવલેની જાહેરાત.. જો એકેય મસ્જિદ પરથી ભૂંગળા ઉતાર્યા તો મારા કાર્યકર્તા સામા આવશે. જાણો વિગતે.
હવામાન ખાતાએ આગામી ચાર દિવસ એટલે કે 30 એપ્રિલ, પહેલી મે, બીજી મે અને ત્રીજી મેના વિદર્ભના પાંચ જિલ્લામાં હીટ વેવ એટલે કે ગરમીનું મોજું ફરી વળવાની ચેતવણી આપી છે. તેમ જ આ જિલ્લા માટે યલો-ઓરેન્જ એલર્ટ(Yellow orange alert) પણ જાહેર કર્યું છે. ગુરુવારે સમગ્ર રાજ્યમાં સૌથી ઉંચુ તાપમાન વિદર્ભના ચંદ્રપુર 45.8 ડિગ્રી નોંધાયું હતું.
આ દરમિયાન મુંબઈમાં પણ આગામી 48 કલાક તાપમાનનો પારો 36થી 38 ડિગ્રીની આસપાસ રહે એવી શક્યતા હવામાન ખાતાએ વ્યક્ત કરી છે.