ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
15 ઓગસ્ટ 2020
હવામાન ખાતા દ્વારા રવિવાર અને સોમવારે મુંબઈ, થાણે અને પાલઘર માટે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કર્યું છે. 'ઓરેન્જ એલર્ટ'નો મતલબ થાય છે ભારેથી અતિભારે વરસાદની આગાહી.. જ્યારે આગળનાં સપ્તાહ દરમિયાન છુટાછવાયા સ્થળે વરસાદ ને લઈ 'યલો એલર્ટ' જાહેર કર્યું છે.
સામી બાજુ મુંબઈને પાણી પૂરું પાડતા બે જળાશયો તાનસ, મોડકસાગર છલકાવાની તૈયારીમાં હોવાથી હાઇ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન ખાતાની ચેતવણી બાદ પાલિકા, પોલીસ અને પ્રશાસનને સતર્ક કરી દેવાયું છે. નીચલા ભાગમાં રહેતા 75 ગામના લોકોને પણ સાવધ રહેવાની સૂચના આપી દેવાઇ છે..
આગામી રવિવાર અને સોમવારે ભારેથી અતિભારે વરસાદ આવવાનું કારણ છે બંગાળના ઉપસાગરના વાયવ્યે આવેલા ઉત્તર ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળના કિનારે હવાના હલકા દબાણ નો પટ્ટો સર્જાવો. આ પટ્ટો ધીમે ધીમે કોંકણ કિનારે, ઘાટ વિસ્તારોમાં અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદ લાવવાનું કારણ બનશે, એમ વેધશાળાના અધિકારીઓ એ જણાવ્યું છે..
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com