ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
20 ઓક્ટોબર 2020
ગુજરાત રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની શક્યતા છે, તેમજ રાજ્યના અનેક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પણ પડી શકે છે. ઉલ્લેખનીય છે કે હાલજ કમોસમી વરસાદ પડવાને કારણે ખેડૂતોના પાકને ઘણું નુકશાન થયું છે ત્યારે હાલ હવામાન વિભાગ દ્વારા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
નોંધનીય છે કે અનેક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો હોવાથી મગફળી, કપાસ, સોયાબીન સહિતના પાકને નુકસાન થયુ છે. જેથી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. એક તરફ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને હવે રોવાનો વારો આવ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા 20 મી તારીખે, સૌરાષ્ટ્ર, ઉત્તર,મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 21 અને 22 ઓક્ટોબરે દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
