Site icon

મહારાષ્ટ્રમાં ફરી કમોસમી વરસાદ, IMD એ મુંબઈ સહિત આ જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કર્યું.

Imd Predicts Rain In Next Two Days In maharashtra

અરરર… વરસાદ પડતા ની સાથે જ રસ્તા પર કિચડ અને ગંદુ પાણી. સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ.

News Continuous Bureau | Mumbai

છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે. સમગ્ર ઉનાળા દરમિયાન અનેક સ્થળોએ કરા અને કમોસમી વરસાદ પણ થયો હતો. તેથી ઉનાળાના તાપમાનમાં પણ વધારો થયો છે. તેવી જ રીતે મુંબઈમાં આગામી બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

Join Our WhatsApp Community

 હવામાન વિભાગની આગાહી 

ભારતીય હવામાન વિભાગે ફરી એકવાર આગામી પાંચ દિવસ સુધી રાજ્યના ઘણા ભાગોમાં વીજળીના કડાકા સાથે વરસાદની ચેતવણી જારી કરી છે. તેમજ મુંબઈમાં આગામી બે દિવસ સુધી વાતાવરણ વાદળછાયું રહેવાની શક્યતા છે અને બપોર બાદ કેટલાક વિસ્તારોમાં હળવા ઝાપટાં પડવાની શક્યતા છે. આગાહીના પગલે આજે વહેલી સવારથી મુંબઈ, થાણે, નવી મુંબઈ સહિત ઘણા ઉપનગરોમાં વાદળછાયું વાતાવરણ છે અને કેટલાક ઉપનગરોમાં હળવો વરસાદ પડ્યો છે. જેના કારણે વાતાવરણમાં ધુમ્મસ સર્જાયું છે.

ઓરેન્જ એલર્ટ 

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક રાજ્ય માટે નિર્ણાયક રહેવાના છે. આજે વિદર્ભમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના છે. વિદર્ભની સાથે મરાઠવાડા અને મધ્ય મહારાષ્ટ્રમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની અપેક્ષા છે. તો મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં આગામી 2 દિવસ અને વિદર્ભમાં આગામી 3 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો: મેદાન પર કોહલી અને ગંભીરની લડાઈનો વાયરલ વીડિયો, કેવી રીતે થઈ હતી લડાઈ

કેમ કમોસમી વરસાદ પડે છે?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ અરબી સમુદ્રમાં માલદીવ ટાપુઓ નજીક દરિયાની સપાટીથી 900 મીટરની ઉંચાઈએ ચક્રવાતી પવનની સ્થિતિ સર્જાઈ છે. જેના પરિણામો દેશભરમાં જોવા મળી રહ્યા છે. જેના કારણે મહારાષ્ટ્રના વિદર્ભથી લઈને તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ સુધી ઓછા દબાણનો પટ્ટો બન્યો છે. તેથી, મે મહિનામાં પણ રાજ્યમાં કમોસમી હવામાન જોવા મળશે.

BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Eknath Shinde on BMC Mayor: મુંબઈનો મેયર અમારો જ હશે…’ એકનાથ શિંદેએ હોટલ તાજમાં બતાવ્યું શક્તિ પ્રદર્શન; ઉદ્ધવ કેમ્પમાં ફફડાટ, જાણો શિંદેનો માસ્ટર પ્લાન.
MNS: મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની ‘મનસે’ નો સફાયો: 22 શહેરોમાં ખાતું પણ ન ખુલી શક્યું, મુંબઈમાં ડબલ ડિજિટ સુધી પહોંચવામાં પણ ફાંફા.
Exit mobile version