News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રમાં(maharashtra) ઠેર ઠેર પડી રહેલા મુશળધાર વરસાદે(heavy rainfall) કાળોકેર મચાવ્યો છે. અનેક ઠેકાણે અતિવૃષ્ટિ પણ થઈ છે તેને કારણે પૂર(Flood) આવવા, ઝાડ(Trees) અને મકાન તૂટવાથી લઈને ભેખડ ધસી પડવા જેવી જુદી જુદી દુર્ઘટનામાં અત્યાર સુધી 76 લોકોના મૃત્યુ થયા છે. તો 125થી વધુ મૂંગા પશુઓનો(Animals) પણ મોત થયા છે.
રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટના(Disaster Management) જણાવ્યા મુજબ શનિવારે એક જ દિવસમાં 9 લોકોના જુદી જુદી દુર્ઘટનામાં મોત થયા હતા. વર્ધામાં(Wardha) 4, ગઢચિરોલીમાં(Gadchiroli) 3 તો નાંદેડ અને સિંધુદુર્ગ(Sindhudurg) જિલ્લામાં એક-એક મૃત્યુ થયું હતું. પહેલી જૂનથી ચાલુ થયેલા વરસાદમાં અત્યાર સુધી 125 જાનવરોના પણ ભોગ લેવાયા છે.
હવામાન ખાતાએ કોંકણ કિનાર પટ્ટી પર 13 જુલાઈ સુધી અતિ મુશળધાર વરસાદની આગાહી કરી છે. કોંકણમાં(kokan) આ સમય દરમિયાન 64 મિ.મી.થી 200 મિ.મી. સુધીનો વરસાદ પડી શકે છે. મુંબઈમા(Mumbai) છેલ્લા 24 કલાક દરમિયાન કોલાબામાં(Colaba) 1.5 મિ.મી. તો સાંતાક્રુઝમાં(Santacruz) 8.9 મિ.મી. વરસાદ નોંધાયો હતો.
થાણે(Thane) જિલ્લામાં 24 કલાક દરમિયાન 36.9 મિ.મી., પાલઘરમાં(palghar) 26.9 મિ.મી., રાયગઢમાં 39.8 મિ.મી. રત્નાગિરીમાં(Ratnagiri) 40.4 મિ.મી. તો સિંધુદુર્ગમાં 43.7 મિ.મી. વરસાદ નોંધાયો છે.
આ સમાચાર પણ વાંચો : સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી એકનાથ શિંદેને આપી મોટી રાહત- સ્પીકરને આપ્યા આ આદેશ- જાણો વિગતે
પશ્ચિમ મહારાષ્ટ્રમાં પુણે, સાતારા, સાંગરી, કોલ્હાપુરમાં આગામી ચાર દિવસ મુશળધાર વરસાદની આગાહી(Rain forecast) કરવામા આવી છે. સાંગલીમાં ભેખડ ધસી પડવાની શક્યતાને પગલે 4 ગામના 309 ગ્રામવાસીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. રાયગઢ જિલ્લામાં કુંડલિકા નદી જોખમી સ્તર વટાવી ચૂકી છે, સુરક્ષાને ધ્યાનમાં રાખીને 3641 ગ્રામવાસીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સિંધુદુર્ગમાં 26 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
વિદર્ભના ગઢચિરોલીમાં અહેલી તાલુકામાં પેરમિલી ગામવાં અતિવૃષ્ટિને કારણે એક ટ્રક નાળામાં વહી જતા પાંચથી છ લોકો તણાઈ ગયા હતા, તેમાંથી 3ના મૃતદેહ હાથ લાગ્યા હતા.