Site icon

Bhupendra Patel: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં શહેરીકરણ અને ઔદ્યોગિકરણના વધતાં વ્યાપ સાથે વધી રહેલી ફાયર સેફ્ટીની જરૂરિયાતોને ધ્યાનમાં લઈને લીધો આ મહત્વપૂર્ણ નિર્ણય.

Bhupendra Patel: નગરપાલિકાઓને અગ્નિશમન સાધનો-વાહનો ખરીદી માટે ૬૩ કરોડ રૂપિયાની ફાળવણીની સૈદ્ધાંતિક મંજુરી. ૫૪ નગરપાલિકાઓ માટે ૭૧ ફાયર વ્હિકલ્સ એન્ડ ઇક્વિપમેન્ટસની ખરીદી જી.યુ.ડી.સી દ્વારા કરવામાં આવશે.

important decision by Bhupendra Patel considering the increasing fire safety requirements with increasing prevalence of urbanization and industrialization in Gujarat.

important decision by Bhupendra Patel considering the increasing fire safety requirements with increasing prevalence of urbanization and industrialization in Gujarat.

 News Continuous Bureau | Mumbai  

Bhupendra Patel: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ની નગરપાલિકાઓમાં ( Gujarat Municipalities  ) આકસ્મિક જરૂરી અગ્નિશમન  વાહનો ( Fire fighting vehicles ) – સાધનો ફાયર વ્હિકલ્સ એન્ડ ઇક્વિપમેન્ટસ ખરીદી માટે કુલ ૬૩ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવા સૈદ્ધાંતિક અનુમતિ આપી છે. 

Join Our WhatsApp Community

ગુજરાત ( Gujarat ) દેશના વિકાસનું રોલમોડેલ સ્ટેટ છે અને તેના પરિણામ સ્વરૂપે રાજ્યમાં શહેરીકરણ અને ઔદ્યોગિકરણનો વ્યાપ દિન પ્રતિદિન વધી રહ્યો છે. એટલું જ નહીં, ફાયર સેફ્ટીની ( Fire Safety ) જરૂરિયાતો પણ વધી છે.

મુખ્યમંત્રીશ્રી સમક્ષ આ સંદર્ભમાં પ્રજાકીય પ્રતિનિધિઓ અને સ્થાનિક અગ્રણીઓએ કરેલી રજૂઆતોનો સકારાત્મક પ્રતિસાદ આપતાં મુખ્યમંત્રીશ્રીએ સ્થાનિક શહેરી સત્તા તંત્ર તેમની પાસેના અદ્યતન ફાયર સેફ્ટી સાધનોથી ( Fire safety equipment ) સજ્જ રહે તેવા સલામતિ-સુરક્ષાના અભિગમથી આ રકમ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી મંજૂર કરી છે. 

નગરપાલિકાઓની અગ્નિશમન વાહનો અને સાધનોની જરૂરીયાતો અનુસાર તેની ખરીદી ગુજરાત શહેરી વિકાસ કંપની(જી.યુ.ડી.સી.) કરીને સંબંધિત નગરપાલિકાઓને ફાળવણી કરશે. 

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર નગરપાલિકાઓમાં ( Municipalities ) ૧૮ મીની ફાયર ટેન્ડર, ૨૧ વોટર બાઉસર, ૨૯ વોટર કમ ફોમ ટેન્ડર અને ૨ ઈલેકટ્રીક રેસ્ક્યુ બોટ મળી નગરપાલિકાઓ માટે ૭૧ વાહનો ખરીદી માટે કુલ રૂ. ૬૩.૦૨ કરોડની ગ્રાન્ટ ફાળવવા  સૈદ્ધાંતિક અનુમતિ  આપી છે.  

આ સમાચાર પણ વાંચો : Seafood Exports: છેલ્લાં ચાર વર્ષમાં ભારતમાં સીફૂડની નિકાસમાં 30 ટકાનો વધારો થયો, જે વર્ષ 2023-24માં રૂ. 61043.68 કરોડ હતો

ગુજરાત સરકારે ( Gujarat Government ) ૨૦૨૦થી ૨૦૨૪ના વર્ષ દરમ્યાન નગરપાલિકાઓને ૮૫ વાહનો ફાળવેલા છે તથા અન્ય ૧૯ વાહનો ફાળવણીની પ્રક્રિયામાં છે. 

મુખ્યમંત્રીશ્રીએ આ નગરપાલિકાઓને ફાળવનારા અગ્નિશમન વાહનોમાં જી.પી.એસ. ટ્રેકિંગ સીસ્ટમના ઉપયોગ તથા તેના ડેટાને સી.એમ. ડેશબોર્ડ સાથે લીંક કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.

 મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે અગ્નિશમન વાહનો સાધનોની ખરીદી માટે માતબર નાણાં ફાળવણીની આપેલી આ સૈદ્ધાંતિક મંજુરીને પરીણામે નગરોમાં પ્રજાજીવનની જાનમાલ સુરક્ષા-સલામતી વધુ સુદ્રઢ અને સુનિશ્ચિત થશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Garba: વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રી ફેસ્ટિવલ ઉદયપુરમાં ૧૪ સપ્ટેમ્બરે ઉજવાશે
Pressure: મોનસૂનની તીવ્રતા : ગુજરાતમાં પૂર સંકટ, જળાશયો પર દબાણ, માછીમારો નું દરિયે જવાનું પરિશોધન
Ajit Pawar: અજિત પવાર નો મહિલા પોલીસ અધિકારીને ફોન પર ઠપકો આપતા નો વીડિયો થયો વાયરલ, NCPના નેતાઓએ આ રીતે કર્યો દાદા નો બચાવ
Security: સુરક્ષા માટે દક્ષિણ મુંબઈના હાઇ-સિક્યોરિટી ઝોનમાં વિરોધ પર નિયંત્રણની માંગ, Milind Deora દ્વારા CM ને પત્ર
Exit mobile version