Gujarat Police Recruitment: યુવાનો માટે ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, વર્ષ ૨૦૨૫માં ગુજરાત પોલીસ દળની આટલી જગ્યાઓ પર કરાશે સીધી ભરતી.

important decision of Gujarat government for youth, in 2025 direct recruitment will be done on such posts of the Gujarat Police Force.
important decision of Gujarat government for youth, in 2025 direct recruitment will be done on such posts of the Gujarat Police Force.

News Continuous Bureau | Mumbai 

Gujarat Police Recruitment:  ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તેમજ ગુજરાત પોલીસ દળમાં જોડાવા ઈચ્છુક યુવાઓ માટે ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી વર્ષ-૨૦૨૫માં ગૃહ વિભાગ દ્વારા રાજ્ય પોલીસ દળ, વર્ગ-૩ના વિવિધ સંવર્ગોની કુલ-૧૪૮૨૦ જગ્યાઓ ઉપર સીધી ભરતી કરવામાં આવશે તેમ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ( Harsh Sanghavi ) જણાવ્યું છે.  

મંત્રી શ્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, ગુજરાત પોલીસ ( Gujarat Police  ) ભરતી બોર્ડ દ્વારા વર્તમાનમાં ચાલી રહેલી રાજ્ય પોલીસ દળ, વર્ગ-૩ના વિવિધ સંવર્ગોની કુલ-૧૨૪૭૨ જગ્યાઓની સીધી ભરતીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ગૃહ વિભાગ વર્ષ-૨૦૨૫માં રાજ્ય પોલીસ દળ, વર્ગ-૩ના વિવિધ સંવર્ગોની આ જગ્યાઓ ઉપર સીધી ભરતી કરશે. 

વર્ષ-૨૦૨૫માં ગૃહ વિભાગ ( Gujarat Government ) દ્વારા જે જગ્યાઓ પર ભરતી કરવાનું આયોજન છે તેમાં ૧૨૯ એસ.આર.પી.એફ.ના હથિયારી પી.એસ.આઈ, ૧૨૬ વાયરલેસ પી.એસ.આઈ, ૩૫ એમ.ટી. પી.એસ.આઈ, ૫૫૧

ટેકનીકલ ઓપરેટર, ૪૫ હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મીકેનીક ગ્રેડ-૧, ૨૬ મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઈઝર, ગ્રેડ-૨, ૧૩૫ હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મીકેનીક ગ્રેડ-૨, ૭૨૧૮ બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, ૩૦૧૦ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, ૩૨૧૪ એસ.આર.પી.એફ.ના હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, ૩૦૦ જેલ સિપાઈ(પુરુષ) અને ૩૧ જેલ સિપાઈ(મહિલા) સહિતની વિવિધ જગ્યાઓનો ( Recruitment )  સમાવેશ કરવામાં આવ્યો છે.  

આ સમાચાર પણ વાંચો :  World Heart Day: સુરતમાં વિશ્વ હ્રદય દિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આ અભિયાન હેઠળ યોજાઈ યોગ શિબિર.

આ ઉપરાંત વર્ષ-૨૦૨૫માં પોલીસ ખાતાની કચેરીઓની સીનીયર ક્લાર્કની ૪૫ તથા જુનીયર ક્લાર્કની ૨૦૦ જગ્યાઓ મળી કુલ-૨૪૫ જગ્યાઓ પર ગુજરાત ( Gujarat  ) ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીધી ભરતી હાથ ધરવામાં આવશે. 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

By Hiral Meria

Hiral Meria is a content aggregator with a talent for curating and delivering diverse information to audiences

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!