ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
20 માર્ચ 2021
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ આરોગ્યમંત્રી ડોક્ટર દિપક સાવંત અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ એક મહત્વપૂર્ણ કામ સોંપ્યું હતું. તેમને મુંબઇ શહેરના અલગ-અલગ વિસ્તારમાં સર્વે કરવા જણાવ્યું હતું. ત્યારબાદ તેમણે પોતાનો રિપોર્ટ મુખ્યમંત્રી કાર્યાલયને સોંપવાનો હતો. હવે આ સર્વે પતિ ગયો છે. ડોક્ટર દિપક સાવંત પશ્ચિમ ઉપનગરમાં અંધેરી, મલાડ વગેરે વિસ્તારમાં ફર્યા હતા. તેમજ તેમણે આખા મુંબઈના અલગ અલગ વિસ્તારમાંથી આંકડાકીય માહિતી મેળવી હતી.
આ માહિતી મળી ગયા બાદ તેમણે મુખ્યમંત્રીને સૂચન કર્યું છે કે મુંબઈ શહેરમાં નાઇટલાઇફ ને બંધ કરવાનો સમય આવી ગયો છે. તેમણે જણાવ્યું છે કે રાત્રે 9 થી 6:00 વાગ્યા સુધી મુંબઈ શહેરને બંધ કરવું જોઈએ. તો જ કોરોના કાબુમાં આવશે.
દેશમાં સૌથી વધુ ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રમાં. તાજા આંકડા આવ્યા સામે. જાણો વિગત
જોકે તેમનો આ રિપોર્ટ મળ્યા બાદ મુખ્યમંત્રી અત્યાર સુધી કોઈ પગલા લીધા નથી. જોકે એવું માનવું યોગ્ય રહેશે કે ભવિષ્યમાં પણ મુખ્યમંત્રી કોઈ પગલાં નહીં લે. જો પરિસ્થિતિ ખરાબ થઇ તો મુખ્યમંત્રી આ રિપોર્ટ ઉપર અમલ કરી શકે છે.