ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 ઑક્ટોબર, 2021
શુક્રવાર.
ગેટ વે ઑફ ઇન્ડિયા પાસે ક્રૂઝ પરથી શનિવારે નાર્કોટ્કિસ કંટ્રોલ બ્યુરો (NCB)એ રેડ પાડીને 10 લોકોને પકડી પાડ્યા હતા, પરંતુ તેમાંથી બે લોકોને છોડી દેવામાં આવ્યા હતા. છોડી મૂકવામાં આવેલા બે લોકોમાંથી એક ભાજપના નેતાનો સાળો હોવાનો ચોંકાવનારો દાવો રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના નેતા અને લઘુમતી ખાતાના પ્રધાન નવાબ મલિકે કર્યો છે.
હેં! ઉત્તર પ્રદેશ અને બિહારના લોકોને સસ્તા ભાવે પેટ્રોલ મળે છે. કેવી રીતે? આવો જુગાડ કરીને
ક્રૂઝ પર રેડ પાડ્યા બાદ જે 10 લોકોને પકડવામાં આવ્યા હતા, તેમાંથી બે લોકોને NCBની ઑફિસમાં લાવ્યાના અમુક કલાકો બાદ છોડી મૂકવામાં આવ્યા હતા એવો દાવો પણ તેમણે કર્યો છે. ભાજપના નેતા કોણ છે? તેનું નામ શનિવારે તેઓ જાહેર કરશે અને આ તમામ લોકોનો ભાંડો પોતે શનિવારે પત્રકાર પરિષદ લઈને ફોડવાના હોવાનું નવાબ મલિકે કહ્યું હતું.