હૈદરાબાદની ફાર્મા કંપનીની છાપામારીમાં 142 કરોડ રોકડા કબાટમાંથી મળ્યા; જેના વાયરલ ફોટો પર લોકો આવી કૉમેન્ટ કરી રહ્યા છે

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 12 ઓક્ટોબર, 2021

મંગળવાર

ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે હાલમાં જ હૈદરાબાદની એક મોટી ફાર્મા કંપનીમાં છાપામારી કરી હતી.  કંપની પાસેથી 142 કરોડની રોકડ રકમ મળી છે. ત્યારબાદ સોશિયલ મીડિયા ઉપર એક ફોટો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક આખો કબાટ ચલણી નોટોના બંડલોથી ભરેલો છે. જે જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ હેરાન થઈ ગયા છે. 

ટ્વિટર ઉપર કેટલાક લોકોએ આ ફોટો શેર કરીને લખ્યું છે કે તેમને આ કબાટ જોઈએ છે. કેટલાક લોકોએ પોસ્ટ કરી કે આ કંપનીવાળાથી ભૂલ થઈ ગઈ છે. રૂપિયા કબાટમાં મૂકયા અને કપડા બેંકના લોકરમાં રાખી દીધા હશે. તો અમુક લોકોએ વળી નોટોના મેનેજમેન્ટને લઈને સલાહ આપી છે. એક યૂઝરે લખ્યું  કે, બહુ જ અફસોસની વાત છે. અગર આ લોકોએ 2000 રૂપિયાની નોટોનો ઉપયોગ કર્યો હોત તો બાકીની 75% જગ્યામાં કપડા રાખી શક્યા હોત. કેટલાક લોકોએ આ ફોટોને નોટબંધી સાથે જોડીને કોમેન્ટ કરી છે. મનીષ પાંડે નામના યૂઝરે લખ્યું હતું કે નોટોના રંગ તો બદલી ગયા પણ લોકોના રંગ ક્યારે બદલશે?

તો શું સોમવારના મહારાષ્ટ્ર બંધ માટે શિવસેનાએ ભરવો પડશે દંડ? જાણો વિગત.

 ઈન્કમટેક્સ વિભાગે હાલમાં જ હેટેરો ફાર્મા ગ્રુપ પર છાપામારી કરી હતી. કંપનીના દસ્તાવેજો તપાસ્યા બાદ ખબર પડી કે 550 કરોડની કમાણીનો ક્યાંય ઉલ્લેખ થયો નથી. કંપની પાસેથી 142 કરોડની રોકડ રકમ આ રીતે કબાટમાં મળી આવી હતી.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More