ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 14 ડિસેમ્બર 2021
મંગળવાર.
મહારાષ્ટ્રમાં કોરોનાની પરિસ્થિતિ માંડ નિયંત્રણમાં આવી છે. પરિસ્થિતિ થાળે પડતા હવે મૃતકોને આર્થિક મદદ કરવાનું ચાલુ કરવામાં આવ્યું છે. જોકે અમરાવતીમાં આશ્ચર્યજનક બાબત પ્રકાશમાં આવતા પાલિકા પ્રશાસન પણ ચોંકી ગયુ હતું. અમરાવતી જિલ્લામાં મૃતકોના આંકડો 1600 છે. પરંતુ તેની સામે મદદ માટે 3000 ઓનલાઈન અરજી આવી છે.
અમરાવતી જિલ્લામાં મૃતકોના આંકડો 1600 છે. જેમાં અમરાવતી શહેરમાં 567 લોકોના કોરોનાથી મૃત્યુ થયા હતા, તેની સામે આર્થિક મદદ માગતી 2,800 અરજી આવતા ખળભળાટ મચી ગયો છે. અરજીની સંખ્યા આટલી બધી કેવી રીતે એનાથી ખુદ પાલિકા પ્રશાસન ચોંકી ગયું છે. મૃતકોના આંકડામાં હેરાફેરી તો નથી તેની ચર્ચાએ જોર પકડયું છે
કોવિડ-19ના મૃત્યુ બાદ રાજ્ય સરકાર તરફથી 50,000 રૂપિયાનું સાનુગ્રહ અનુદાન આપવામાં આવવાનું છે. તે માટે બે ડિસેમ્બરના વેબ પોર્ટલ પણ ચાલુ કરવામાં આવ્યું છે. મૃતકોને 50,000 રૂપિયાની મદદ કરવાનો આદેશ 10 ઓક્ટોબરના કોર્ટે આપ્યો હતો. તે મુજબ રાજય સરકારે વારસોના બેંક ખાતામાં અનુદાન જમા કરવાનો નિર્ણય લીધો હતો. અમરાવતી શહેરને બાદ કરતા ગ્રામીણ ભાગમાં એક હજાર લોકોના મૃત્યુ થયા છે. પરંતુ એક હજાર લોકો માટે ફક્ત 200 અરજ મળી છે. તો અમરાવતી શહેરમાં 567 મૃત્યુ સરકારી ચોપડે નોંધાયા છે. તેની સામે મદદ માટે 2800 અરજી આવી છે. જે તપાસનો મુદ્દો બની ગયો છે.