Site icon

મહેરબાની કરો. હવે તો પ્લાસ્ટિક માં ખોરાક ન ફેંકો. આણંદમાં ગાય ના પેટમાંથી ૭૭ કિલો પ્લાસ્ટિકનો વેસ્ટ કાઢાયો….

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 01 ડિસેમ્બર 2021    
બુધવાર 

ડોકટરો ને બીજા ભગવાન માનવામાં આવતા હોય છે કે જેમની સારવાર ના કારણે બીજું જીવન દાન મળતું હોય છે તેવોજ એક બનાવ આણંદ માં જાેવા મળી હતી જ્યાં વેટરિનરી વિભાગ દ્વારા તાજેતરમાં એક રખડતી ગાયના પેટમાંથી ૭૭ કિલો પ્લાસ્ટિકનો વેસ્ટ કાઢવામાં આવ્યો હતો. પોણાબે કલાક સુધી તબીબોએ સફળતાપૂર્વક ઓપરેશન કરીને વેસ્ટને બહાર કાઢી ગાયને બચાવી લીધી હતી. ગાયને માતા માનવામાં આવે છે, પરંતુ ચરોતરમાં છેલ્લા કેટલાય સમયથી ગાયની હાલત દયનીય બની ગઈ છે. આ અંગે વિભાગના હેડ ડો. પિનેશભાઈ પરીખે જણાવ્યું હતું કે ગાયનું સરેરાશ વજન ૪૦૦ કિલો હોય છે અને ગાયમાંથી ૭૭ કિલો પ્લાસ્ટિકનો જથ્થો, જેમાં કોથળીઓ જ નહીં, પણ આઈસક્રીમની વાટકીઓ અને ચમચીઓ પણ મળી આવી હતી. જ્યારે પણ પ્લાસ્ટિકનો જથ્થો પેટમાં જતો હોય એ પછી પશુનો આહાર તદ્દન ઓછો થઈ જતો હોય છે. આ ઉપરાંત અવારનવાર ગેસ થઈ જવો, પાચનક્રિયા મંદ પડી જવી તથા પશુ બીમાર હોય એવો એનો વ્યવહાર થઈ જતો હોય છે. આ સમયે ત્વરતિ સારવાર જરૂરી છે, એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

Join Our WhatsApp Community

 

મહારાષ્ટ્ર કોરોના સામેની જંગ જીતી ગયું? રાજ્યમાં સંપૂર્ણ રસીકરણ આંકડો આટલા કરોડને પાર; જાણો વિગતે 

પશુસમૃદ્ધિ માટે જાણીતા ચરોતરમાં આણંદ વેટરિનરી વિભાગને પ્રતિ અઠવાડિયે બેથી ત્રણ ગાય એવી મળે છે, જેના પેટમાં પ્લાસ્ટિક હોય છે. વિભાગ દ્વારા એમનું ઓપરેશન કરવામાં આવે છે અને ૧૫થી ૨૦ કિલો પ્લાસ્ટિક બહાર કાઢવામાં આવે છે. જાેકે તાજેતરમાં વિભાગ દ્વારા કરાયેલું ઓપરેશન સૌથી જટિલ હતું અને સૌથી લાંબા સમય સુધી ચાલ્યું હતું, કારણ કે ગાયના પેટમાંથી ૭૭ કિલો પ્લાસ્ટિક બહાર કાઢ્યું હતું. પાળેલી હોય કે પછી રખડતી ગાય હોય, એના પેટમાં પ્લાસ્ટિકનું પ્રમાણ કેટલું છે એ જાે જાણવું હોય તો એના પેટના ડાબા પડખે હાથ મૂકીને દબાવવો જાેઈએ. જાે પેટના ડાબા પડખે હાથના પંજાનો નિશાન રહી જાય તો સમજવું કે પેટમાં પ્લાસ્ટિક છે. આ સંજાેગોમાં એને તરત જ સારવાર અર્થે તબીબો પાસે લઈ જવી જાેઈએ.

Matheran Mini Train: નેરળ-માથેરાન ઐતિહાસિક મિની ટ્રેન ફરીથી ‘આ’ તારીખથી દોડતી થશે!
Mumbai Cricket Association: MCA ચૂંટણી પર મોટું સંકટ! રાજકીય હસ્તક્ષેપ પર બોમ્બે હાઈકોર્ટ કડક, ઉમેદવારોની યાદી જાહેર કરવા પર તાત્કાલિક રોક.
Human leopard conflict: માનવ-દીપડા સંઘર્ષ માટે ૧૧ કરોડ: પુણે જિલ્લામાં સમસ્યા હળવી કરવા સરકારનો મોટો નિર્ણય.
Bihar Elections: કેન્દ્રીય મંત્રી લલન સિંહ વિરુદ્ધ FIR નોંધાઈ, ચૂંટણી પંચે કરી કડક કાર્યવાહી, જાણો શું છે કારણ
Exit mobile version