News Continuous Bureau | Mumbai
Andhra Pradesh: આંધ્રપ્રદેશમાં શનિવારે ફરી એકવાર મોટી માત્રામાં રોકડ જપ્ત કરવામાં આવી હતી. અગાઉ શુક્રવારે પણ NTR જિલ્લામાં રૂ. 8 જપ્ત કરવામાં આવ્યા હતા. આ મામલો રાજ્યના પૂર્વ ગોદાવરી જિલ્લાનો છે, જ્યાં કાર્ડબોર્ડના સાત બોક્સમાં 7 કરોડ રૂપિયા છુપાવવામાં આવ્યા હતા. વાસ્તવમાં, નલ્લાજરલા મંડલના અનંતપલ્લીમાં ટાટા એસ છોટા હાથી વાહન એક લારી સાથે અથડાઈને પલટી ખાઈ જતાં સમગ્ર રહસ્ય બહાર આવ્યું હતું.
મિડીયા અહેવાલ મુજબ, રોકડના આ બોક્સ બોરીઓમાં રાખવામાં આવ્યા હતા. આખી રોકડ સામાનની ગાડીમાં લઈ જવામાં આવી રહી હતી, જેને બોલચાલમાં ‘છોટા હાથી’ ( Tata Ace Chota Hathi ) કહેવામાં આવે છે. વાહન પલટી ખાઈ જવાને કારણે બોરીઓ ખુલી ગઈ હતી અને બોક્સ વેરવિખેર થઈ જતા રોકડ ( Cash ) રસ્તા પર વેરાય ગયા હતા. આ અકસ્માત બાદ ત્યાં હાજર સ્થાનિક લોકોએ રોકડના બોક્સ જોયા હતા. અને આ અંગે પોલીસને જાણ કરી હતી. જપ્ત કરાયેલી રકમ 7 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ છોટા હાથી વિજયવાડાથી વિશાખાપટ્ટનમ ( Visakhapatnam ) તરફ જઈ રહી હતી ત્યારે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ( road accident ) છોટા હાથીના ચાલકને પણ ઈજાઓ પહોંચી હતી. તેને સારવાર માટે ગોપાલપુરમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
Andhra Pradesh: આ પહેલા 10 મેના રોજ પણ આંધ્રપ્રદેશના NTR જિલ્લામાં પોલીસને મોટી સફળતા મળી હતી..
આ પહેલા 10 મેના રોજ પણ આંધ્રપ્રદેશના NTR જિલ્લામાં ( NTR District ) પોલીસને મોટી સફળતા મળી હતી. અહીં ચેકિંગ દરમિયાન પાઈપો ભરેલી ટ્રકમાંથી અંદાજે 8 કરોડ રૂપિયાનો મુદ્દામાલ ઝડપાયો હતો. પોલીસે પૈસા કબજે કરવાની સાથે તેમાં મુસાફરી કરી રહેલા બે લોકોને પણ કસ્ટડીમાં લીધા હતા.
આ સમાચાર પણ વાંચો: Mumbai Election Campaign : મોદી-યોગી, શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે… આ અઠવાડિયે મુંબઈમાં ચૂંટણી પ્રચારનો યોજાશે મહા જંગ, મોટા નેતાઓ એકત્ર થવાની સંભાવના..
પોલીસ દ્વારા મિડીયાને જણાવ્યા અનુસાર, NTR જિલ્લાના ગરિકાપાડુ ચેકપોસ્ટ પર ચેકિંગ દરમિયાન નોટોનો ભંડાર પકડાયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે પાઈપોથી ભરેલી ટ્રકમાં પૈસા એક અલગ કેબિનની અંદર રાખવામાં આવ્યા હતા. આ જથ્થો હૈદરાબાદથી ગુંટુર લઈ જવામાં આવી રહ્યો હતો. જપ્ત કરાયેલી તમામ રોકડ જિલ્લા તપાસ ટીમોને સોંપવામાં આવશે અને ચૂંટણી પંચના અધિકારીઓ અને ફ્લાઈંગ સ્કવોડ ટીમ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે.