News Continuous Bureau | Mumbai
ઉત્તર ગુજરાતમાં આગાહી પ્રમાણે વરસાદ થયો છે. વાવાઝોડાની અસર રાજસ્થાનના દક્ષિણ તરફ વાવાઝોડું ફંટાવાના કારણે થઈ છે. ગઈકાલથી વરસાદી માહોલ જામ્યો છે. મોડી રાત્રે અતિભારે પવન સાથે વરસાદ પડ્યો છે. અનેક જગ્યાએ વૃક્ષો ધરાસાઈ થવાના બનાવો બન્યા છે. મકાનના પતરા ઉડ્યા હતા.
અલગ અલગ તાલુકાઓમાં 4 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. કચ્છને પ્રભાવિત કર્યા બાદ ઉત્તર ગુજરાત તરફ તેની અસર જોવા મળી હતી. ઘણી જગ્યાએ વાહનો ફસાયા અને પતરા ઉડવાની સ્થિતિ જોવા મળી હતી. તેજ પવનના કારણે વૃક્ષો ધરાસાઈ થયા હતા જેના કારણે કેટલાક વાહનો પણ ફસાયા હતા. બિપોરજોય વાવાઝોડાના કારણે પાલનપુર, વડગામ, દાંતા, ડીસા, લાખણી, ભાભર સહીતના વિસ્તારોમાં આ માહોલ જોવા મળ્યો હતો. અનેક જગ્યાએ વૃક્ષો ધરાસાઈ થયા છે. વહેલી સવારે પવનની ગતિ પણ જોવા મળી હતી.
આ સમાચાર પણ વાંચો: બિપોરજોયના ખતરા બાદ સૌરાષ્ટ્ર, કચ્છમાં થયેલી નુકસાની સામે તંત્ર લાગ્યું કામે
અમિરગઢ તાલુકાના ઢોલિયા ગામની સ્કૂલની દિવાલ પડી
અમિરગઢ તાલુકાના ઢોલિયા ગામની શાળાની દિવાલ ધરાસાઈ થઈ હતી. દિવાલ ધરાસાઈ થઈ ત્યાં પણ વાવાઝોડાની અસર જોવા મળી છે. કેમ કે, ભારે પવન ગઈકાલથી જ ફૂંકાઈ રહ્યો હતો ત્યારે વરસાદ પણ અહીં પડ્યો હતો જેના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે. આ સાથે વરસાદી ઝાપટાના કારણે આ સ્થિતિ સર્જાઈ છે.