News Continuous Bureau | Mumbai
મુંબઈ સહિત રાજયમાં દુકાનો તથા એસ્ટાબ્લિશમેન્ટના નામના પાટિયા મરાઠી(Maharashtra shop name board)માં કરવા માટે એક મહિનાની મુદત આપવામાં આવી છે. આ મુદતમાં દુકાનોના નામ નહીં બદલ્યા તો તેમની સામે આકરાં પગલા લેવામાં આવશે એવી ચેતવણી મહારાષ્ટ્રના મરાઠી ભાષા પ્રધાન સુભાષ દેસાઈ(Maharashtra minister Subhash Desai)એ આપી છે.
મરાઠી ભાષા વિભાગે મહત્વના કાયદા વિધમંડળમાં મંજૂર કરીને લીધા છે અને તે કાયદાના અમલબજવણી માટે ધ્યાન આપવાની શરૂઆત કરી છે. જે હેઠળ દુકાન અને એસ્ટાબ્લિશમેન્ટના નામના બોર્ડ મરાઠીમાં કરવા માટે તમામ દુકાનદારોને અપીલ કરવામાં આવી છે, તે માટે સ્વયંસેવી સંસ્થાની મદદ લેવામાં આવી હોવાનું સુભાષ દેસાઈએ કહ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : સુપ્રીમ કોર્ટના એક ચુકાદાએ વ્યક્તિને કરોડપતિ બનાવ્યો, નોઈડાના ગામના વ્યક્તિને આખરે ૨૫ વર્ષ બાદ જમીનનું વળતર મળ્યું; જાણો શું છે સમગ્ર મામલો
અગાઉ નિયમ સ્પષ્ટ ન હોવાથી દુકાનદારો(Shopkeepers) તેનો ફાયદો લેતા હતા. પરંતુ હવે વિધિમંડળમાં કાયદો કરવાથી મરાઠી ભાષામાં બોર્ડ કરવાનો નિયમ થઈ ગયો છે. મરાઠીમાં પાટિયા લગાડવાના નિયમની અમલબજવણી કરવાની જવાબદારી મહાનગરપાલિકા અને નગરપાલિકાને સોંપવામાં આવી છે. મરાઠીમાં બોર્ડ લગાડવા માટે દુકાનદારોન સમય આપવામાં આવ્યો છે. જો આપેલી મુદત માં નામ નહીં બદલ્યા તો તેમની સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે એવી ચોખવટ પણ સુભાષ દેસાઈએ કરી હતી.