News Continuous Bureau | Mumbai
Kerala Cockroach In Lungs: કેરળમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઘણીવાર તમે ઘરના ખૂણે-ખૂણે વંદો ( Cockroach ) જોતા હશો, પરંતુ કેરળમાં એક વ્યક્તિના ફેફસામાં ( Lungs ) વંદો જોવા મળ્યો હતો. ડૉક્ટરોએ દર્દીના ફેફસામાંથી 4 સેમી લાંબો વંદો કાઢ્યો હતો. દર્દીને આ વાતની જાણ ત્યારે થઈ જ્યારે તેને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ મેડિકલ પ્રક્રિયા 22 ફેબ્રુઆરીએ કોચીની અમૃતા હોસ્પિટલમાં ( Amrita Hospital ) થઈ હતી. 55 વર્ષના એક વ્યક્તિને અચાનક શ્વાસ ( Breathing Problems ) લેવામાં તકલીફ થઈ રહી હતી, ત્યારબાદ તે ડૉક્ટર પાસે સારવાર માટે ગયો હતો. ડૉક્ટરોએ દર્દીની તપાસ કરી અને રિપોર્ટ કઢાવ્યા ત્યારે જાણવા મળ્યું કે તેના ફેફસામાં 4 સેમી લાંબો વંદો ફસાઈ ગયો હતો
આ અગાઉ પણ દિલ્હીમાં ડોક્ટરોની ટીમે 26 વર્ષના યુવકના પેટમાંથી 39 સિક્કા અને 37 ચુંબક કાઢ્યા હતા..
આ ઘટનાની જાણ થતા, ડોકટરોની ટીમે દર્દીનું ઓપરેશન કરી વંદો દૂર કર્યો હતો. રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે વંદો અંદરથી સડવા લાગ્યો હતો, જેના કારણે દર્દીની શ્વાસની સમસ્યા વધી ગઈ હતી. દર્દીના ફેફસામાંથી વંદો કાઢવામાં ડોક્ટરોની ટીમને આઠ કલાકનો સમય લાગ્યો હતો. દર્દીને પહેલાથી જ શ્વાસ લેવામાં તકલીફ હતી, તેથી આ ઓપરેશન થોડું મુશ્કેલ બન્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર,, અગાઉ, દર્દીની ગરદનમાં એક નળી નાખવામાં આવતી હતી અને તે નળી દ્વારા આ વંદો ફેફસામાં પ્રવેશી શક્યો હતો. જો કે આ મામલે ડોક્ટરે જણાવ્યું કે દર્દી હવે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો છે અને તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : Weather Forecast: હવામાનમાં પલટો, ઠંડી થઈ ગાયબ, પારો સરેરાશ કરતા 4 ડિગ્રી વધુ નોંધાયો. આગામી 24 કલાક રહેશે વાદળછાયું વાતવરણ.
ઉલ્લેખનીય છે કે, આવો જ એક વિચિત્ર કિસ્સો દિલ્હીની એક હોસ્પિટલમાં સામે આવ્યો હતો. જ્યાં ડોક્ટરોની ટીમે 26 વર્ષના યુવકના પેટમાંથી 39 સિક્કા અને 37 ચુંબક કાઢ્યા હતા. આ વ્યક્તિ 20 દિવસથી વધુ સમયથી પેટમાં દુખાવો અને ઉલ્ટીથી પીડાતો હતો. જે બાદ તેનું શ્રી ગંગારામ હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવ્યું હતું. અહેવાલો અનુસાર, આ વ્યક્તિએ તેના શરીરમાં આયરન વધારવા માટે આ સિક્કા અને ચુંબક ગળી લીધા હતા, કારણ કે તેને લાગતું હતું કે તે તેના બોડી બિલ્ડીંગમાં આ તેને મદદ કરશે.