ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 ઑક્ટોબર, 2021
સોમવાર
દેશમાં નવરાત્રીનો ઉત્સવ શરૂ છે. એવામાં મધ્ય પ્રદેશના રતલામમાં ગરબા સ્થળે ગેરહિન્દુ વ્યક્તિના પ્રવેશ ઉપર પ્રતિબંધ વિશે વાદ ઊભો થયો છે. વિશ્વ હિન્દુ પરિષદે ગરબા સ્થળે હિન્દુ ન હોય તેને પ્રવેશ આપવો નહીં એવી માગણી કરી છે.
મધ્ય પ્રદેશમાં વિશ્વ હિન્દુ પરિષદના ધર્મપ્રચારક જિલ્લા મંત્રી ચંદન શર્માનું કહેવું છે કે ઘણી વાર ગરબા સ્થળે એવી વ્યક્તિઓ આવે છે જેને લીધે અમારી માતા-બહેનોને ત્રાસ થાય છે. ઇસ્લામ ધર્મમાં મૂર્તિ પૂજાનો નિષેધ છે. એથી દુર્ગાની મૂર્તિ નજીક તે લોકોનું શું કામ? તે છતાં તેમને ગરબા જોવાનો શોખ હોય તો તેમણે પોતાના ઘરે રહીને પોતાની મહિલાઓને ગરબા રમવાનું કહેવું. અગર કાશ્મીરમાં ID જોઈને શિક્ષકોને મારવામાં આવે છે તો અમે પણ ID જોઈને ગેરહિન્દુને પ્રવેશ નહીં આપીએ.
મહારાષ્ટ્ર બંધના એલાનની મુંબઈમાં અસર, શહેરની આ જાણીતી માર્કેટની તમામ દુકાનો બંધ.. જુઓ વીડીયો
વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ મધ્ય પ્રદેશમાં અનેક શહેરોમાં આ બાબતે બૅનર લગાવ્યાં છે અને ગ્રામીણ વિસ્તારોમાં પણ તેનો પ્રચાર કરી રહ્યા છે. ગેરહિન્દુનો પ્રવેશ અટકાવવા માટે અનેક કાર્યકર્તાઓ ગરબા સ્થળે પહેરો ભરે છે. એવી માહિતી ચંદન શર્માએ આપતાં કહ્યું હતું કે જે લોકો હિન્દુ ધર્મના રીતરિવાજો માનતા નથી તેમને ગરબા સ્થળે આવવવાની કોઈ જરૂર નથી.